ચાલતી કારમાં યુવતી પર સામુહિક દુષ્કર્મ કેસમાં નવો વળાંક, ગર્ભવતી પીડિતાએ કોર્ટમાં ફેરવી તોળ્યું
દિલ્હી નજીક ગાજીયાબાદમાં રહેતી ગર્ભવતી યુવતી પર ચાલતી કારમાં દુષ્કર્મ કેસમાં નવો વળાંક આવ્યો છે. જેમાં કોર્ટમાં પીડિતાએ ફેરવી તોળ્યું છે અને પોતાની સાથે કોઈ દુષ્કર્મ ના થયું હોવાનું જણાવ્યું છે. હકીકતમાં આરોપીઓ સાથે માથાકૂટ થતાં તેમને પાઠ ભણાવવા માટે યુવતીએ પોતાના પર ગેંગ રેપ કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાવ્યો હતો.આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સાઉથ ઈસ્ટ દિલ્હીના સનલાઈન કોલોની પોલીસ મથકમાં ગાઝીયાબાદની 20 વર્ષીય યુવતીએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યા મુજબ, સેક્ટર-63ની ખાનગી કંપનીના જોબ કરતી યુવતી લિવ ઈન રિલેશનશિપમાં રહે છે અને પાર્ટનર સાથેના સબંધના કારણે 4 મહિનાથી ગર્ભવતી છે.
તેની કંપનીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતો સમીર નામનો યુવક યુવતીને બાઈક પર ઘોડા લઈ ગયો હતો. જ્યાંથી તેના અન્ય બે મિત્રો સાથે યુવતીને કારમાં બેસાડી હતી.કારમાં સૉફ્ટ ડ્રિન્કમાં નશીલો પદાર્થ મિક્સ કરીને યુવતીને પીવડાવી દીધો હતો. જેથી યુવતીને ભાન નહતુ રહ્યું, આ દરમિયાન ત્રણેય યુવકોએ વારાફરતી તેના પર બળાત્કાર કર્યો હતો.આ ઘટનાને લઈને યુવતીએ સૌ પ્રથમ સેક્ટર-63 પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. જો કે ગુનો નોંધવામાં ના આવતા તેણીએ દિલ્હીની સનલાઈટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જ્યાંથી આ કેસને નોઈડા ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો હતો.આ કેસની તપાસ કરી રહેલી નોઈડા પોલીસે 100થી વધુ CCTV ફૂટેજ ચકાસવા સાથે 500થી વધુ લોકોની પૂછપરછ કરી હતી. જો કે પોલીસને યુવતી પર દુષ્કર્મ આચરવાામં આવ્યું હોવાના કોઈ પુરાવા હાથ નહતા લાગ્યા. જેથી આ માલે પીડિતાનું પણ 161 અને 164 અંતર્ગત નિવેદન લેવામાં આવ્યું હતુ. પોતાના નિવેદનમાં ફરિયાદી યુવતીએ ફેરવી તોળ્યું હતુ અને પોતાના પર દુષ્કર્મની ઘટના ઉપજાવી કાઢી હોવાનું જણાવ્યું હતુ.
Recent Comments