રાષ્ટ્રીય

ચાલતી ટ્રેનમાં RPFએ તલાશી કરી, મળ્યું એવું કે પોલીસની સાથે મુસાફરો પણ ચોક્યાં

ટ્રેનમાં મુસાફરી દરમ્યાન મુસાફરો સોનું, ચાંદી અથવા રોકડ રકમ લઈને જતા હોય છે, તો તેને પુરો હિસાબ રાખે છે. જેથી આરપીએફ અથવા અન્ય એજન્સી પૂછપરછ કરે તો તેની પુરેપુરી જાણકારી આપી શકીએ. આ સાબિત થઈ શકે કે, તે સામાન અથવા રોકડ સંબંધિત યાત્રીનો છે. જાે કોઈ મુસાફર સોનું,ચાંદી અથવા રોકડ લઈને મુસાફરી કરી રહ્યા છે, અને પૂછપરછમાં તેના સંબંધિત સાચી જાણકારી નથી આપતા તો શંકા જવી સ્વાભાવિક છે. આરપીએફે આવી જ રીતે લાખો રૂપિયાના સોના-ચાંદી અને રોકડ અલગ અલગ ટ્રેનમાંથી જપ્ત કર્યા છે.

ઉત્તર મધ્ય રેલવેના મહત્વપૂર્ણ સ્ટેશનો તથા ટ્રેનોમાં રેલ સુરક્ષા ફોર્સની સ્પેશિયલ ટીમો દ્વારા ટ્રેનમાં સઘન ચેકીંગ અભિયાન ચલાવવામાં આવ્યું, જેમાં સોના-ચાંદી અને રોકડ સહિત પ્રતિબંધિત સામાન જપ્ત કર્યો છે. રેલવેના જણાવ્યા અનુસાર, ઉત્તર પ્રદેશના તમામ સ્ટેશનો તથા ટ્રેનોમાં ચેકીંગ દરમ્યાન માર્ચ મહિનામાં ૪ એપ્રિલ સુધી ચેકીંગ અભિયાન ચલાવવામાં આવ્યું હતું, જેમાં ૧૮ લાખ રૂપિયાના સોના-ચાંદી સહિત અન્ય પ્રતિબંધિત સામાન તથા મધ્ય પ્રદેશના વિસ્તારમાં લગભગ ૨૭ લાખના સોના-ચાંદી સહિત ૮૫ લાખની જપ્તી થઈ ગઈ છે. આરોપીઓને જીઆરપી/સિવિલ પોલીસ/કાનૂન પ્રવર્તન એજન્સીઓને સોંપી દેવામાં આવે છે. આ ચેકીંગ અભિયાન ચૂંટણી પુરી થાય ત્યાં સુધી ચાલતું રહેશે. રેલ સુરક્ષા ફોર્સ/ ઉત્તર મધ્ય રેલવે આગામી લોકસભા ચૂંટણીમાં પ્રતિબંધિત સામાનોને રેલ પરિવહનમાં રોકવાના દરેક શક્ય પ્રયાસ કરી રહ્યું છે.

Follow Me:

Related Posts