ચાવંડ-સીમરણ પાઈપલાઈન કૌભાંડની તપાસ કરવા ધારાસભ્ય વીરજી ભાઈ ઠુંમરે કરી માંગ
પાણી-પુરવઠા વિભાગનાં ઉચ્ચ અધિકારીએ બીલ ચુકવવા ભલામણ કર્યાનો આક્ષેપ જો તટસ્થ તપાસ થશે તો અનેકનાં તપેલા ચડી જવાનાં તે નકકી જ છે જનતાનાં પરસેવાનાં પૈસા ઘરભેગા કરનાર સામે કાર્યવાહી થવી જરૂરી બની છેચાવંડ-સીમરણ વચ્ચે પાઈપલાઈનની કામગીરીમાં થયેલ કૌભાંડની તપાસની માંગ સાંસદ કાછડીયા અને ધારાસભ્ય ઠુંમરે કર્યા બાદ અકળ કારણોસર સમગ્ર પ્રકરણ ભીનું સંકેલાયાની ચર્ચાઓ અંગે ભભઅમરેલી એકસપ્રેસભભમાં અહેવાલ પ્રસિઘ્ધ થયા બાદ ધારાસભ્ય ઠુંમરે આજે મુખ્યમંત્રી રૂપાણીને પત્ર પાઠવીને તટસ્થ તપાસ કરવાની માંગ કરેલ છે. પત્રમાં જણાવેલ છે કે, પાણી પુરવઠા વિભાગ હસ્તક બોર્ડ તરફથી ચાવંડ-સીમરણપાઈપલાઈન ટેન્ડરની જોગવાઈ વિરૂઘ્ધ ગેરરીતિઓનાં અવાર-નવાર સમાચારો પ્રસિઘ્ધ થતાં રહે છે. આ બાબતે મારા મત વિસ્તારમાંથી પસાર થતી આ પાઈપલાઈન યોજના હોય તપાસ કરવા માટે અગાઉ પાણી પુરવઠા મંત્રી તેમજ આપને અને વિજીલન્સ તેમજ તકેદારી તરફથી રજૂઆત છે તે અંગેની તપાસ થયા બાદ આ અંગેની શું કાર્યવાહી થઈ છે ? તેનો કોઈ રીપોર્ટ હજુ સુધી અમોને પ્રાપ્ત થયેલ નથી. તેમજ આ તપાસ દરમિયાન લાઠી મુકામે તપાસ અધિકારી રાજકોટથી આવેલા તેમને પણ રૂબરૂમાં ગંભીરતા દાખવવા અને હકીકતલક્ષી અહેવાલ અને માંગણી થયેલ. રજૂઆતનાં અનુસંધાને તપાસ અંગેની કાર્યવાહી તેમજ પાઈપલાઈન ગુણવત્તા બરાબર છે કે કેમ ? તેના પણ કટીંગ કરી અને કટીંગ વખતે ફરી અમોને હાજર રાખવા અને ખૂબ જ જીણવટપૂર્વક તપાસ કરવા જણાવ્યું તે બાબતે અધિકારીએ પણ સ્વીકારેલ. તેમ છતાં અમરેલીથી પ્રસિઘ્ધ થતાં અમરેલી એકસપ્રેસમાં આ તપાસમાં ભીનું સંકેલાયું છે અને ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અમારી તરફ અંગુલી નિર્દેશ થયેલ છે જે ઘણી ગંભીર બાબત હોય. લોકોમાં પણ અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. તો તપાસ બાબતને ગંભીરતાપૂર્વક ઘ્યાને લઈ જરૂરી સુચના થવી જરૂરી છે. વધુમાં જણાવેલ છે કે, આ તપાસ દરમિયાન સ્થાનિક કાર્યપાલક ઈજનેર મારફત કોઈપણ બીલ ન ચુકવવાનીસુચના થવા છતાં મુખ્ય ઈજનેર જુનાગઢ તરફથી બીલ ચુકવવા માટે ફાઈલ ઉપર સુચના થયેલ છે તેવું પણ બિન સત્તાવાર જાણવા મળેલ છે. તેનો અર્થ એવો થાય કે, ઉપલીકક્ષાથી દબાણપૂર્વક આવું કરવા માટે તેમને કહેવામાં આવી રહૃાું પણ હોય. તો આ બાબતમાં ખરેખર કોઈ રાજકીય પદાધિકારીઓ કે અધિકારીઓની સંડોવણી છે તેની પણ તપાસ કરવામાં આવે તેની પણ રજૂઆત કરી રહૃાો છું અને ખરેખર કોઈની સંડોવણી બહાર આવે તો તેમની ઉપર કાર્યવાહી કરવા રજૂઆત છે. તેમ અંતમાં જણાવેલ છે.
Recent Comments