રશિયા અને યુક્રેનના યુદ્ધને કારણે સુરતના હીરા ઉદ્યોગ પર અસર થવાની ચર્ચા વચ્ચે રશિયાની રફ માઈનિંગ કંપની અલરોઝાએ સુરત ડાયમંડ બુર્સને પત્ર લખીને જાણ કરી છે કે, ‘તમે ચિંતા નહીં કરો અમે રફની અછત વર્તાવા નહીં દઈએ.’ સુરતના હીરા ઉદ્યોગ પર અસર થવાની અફવા અટલા માટે છે કે, જેટલી રફ વિશ્વના અલગ અલગ દેશોમાંથી સુરતમાં આયાત થાય છે તેમાંથી ૨૫થી ૩૦ ટકાની આસપાસ રશિયાથી આયાત થાય છે.
અફવાને લઈને સુરતના હીરા વેપારીઓમાં પણ ચિંતા પ્રસરી ગઈ હતી. જાેકે બીજી તરફ હજુ ફેક્ટરી માલિકો અને વેપારીઓ પાસે સ્ટોક છે ત્યાં સુધી વાંધો નથી પરંતુ બહારથી આવતી રફના ભાવ ઊંચા જશે અને તૈયાર માલ વેચાશે નહીં ત્યારે તેની મોટી અસર સુરતની ઇકોનોમી પર જાેવા મળશે. જાેકે અત્યારે જ કેટલાક નાના વેપારીઓએ તૈયાર માલ ખરીદવાનું બંધ કર્યું છે તો તેની સામે રફ વિક્રેતાઓ એ રફ વેચવાનું પણ બંધ કરી દીધું છે.
Recent Comments