રાષ્ટ્રીય

ચિંતા વધી, દેશમાં સતત ત્રીજા દિવસે કોરોનાના કેસમાં વધારો

ભારતમાં કોરોનાના વાયરસના કેસમાં ફરી એકવાર વધારો નોંધાયો છે. કોરોનાના નવા કેસમાં વધારો ચિંતા વધી રહી છે. ગઈકાલની સરખાણમાં આજે ૨૦૦૦ કેસ વધ્યા છે અને નવા કેસનો આંકડો ૪૦,૦૦૦ને પાર થયો છે. જેની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યા ઘટી છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ભારતમાં કોરોનાના નવા ૪૧,૮૦૬ કેસ નોંધાયા છે, જ્યારે ૫૮૧ દર્દીઓના મોત થયા છે.

દેશમાં કોરોનાના નવા કેસની સામે સાજા થનારા દર્દીઓનો આંકડો ઊંચો રહેતો હતો પરંતુ આજે તે નવા કેસની સામે નીચો નોંધાયો છે. પાછલા ૨૪ કલાકમાં વધુ ૩૯,૧૩૦ દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા ૩,૦૧,૪૩,૮૫૦ થઈ ગઈ છે.

ભારતમાં કોરોનાના કુલ સંક્રમિત કેસની સંખ્યા વધીને ૩,૦૯,૮૭,૮૮૦ થઈ ગઈ છે. ૫૮૧ મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક ૪,૧૧,૯૮૯ પર પહોંચ્યો છે. હાલ દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૪,૩૨,૦૪૧ છે. જે ગઈકાલે ૪,૨૯,૯૪૬ હતી.
દેશમાં કોરોનાની રસીના ૨૪ કલાકમાં વધુ ૩૪,૯૭,૦૫૮ ડોઝ આપવામાં આવ્યા છે જેની સાથે કુલ ડોઝની સંખ્યા વધીને ૩૯,૧૩,૪૦,૪૯૧ થઈ ગઈ છે.

આઇસીએમઆર મુજબ ભારતમાં કોરોનાની તપાસ માટે ૧૪ જુલાઈ સુધીમાં કુલ ૪૩,૮૦,૧૧,૯૫૮ સેમ્પલ લેવામાં આવ્યા છે. જ્યારે ગઈકાલે વધુ ૧૯,૪૩,૪૮૮ સેમ્પલ લેવામાં આવ્યા હતા.


બુધવારે કુલ ૧૯,૪૩,૪૮૮ કોરોના ટેસ્ટ હાથ ધરાયા હતા અને અત્યાર સુધીમાં ૪૩,૮૦,૧૧,૯૫૮ કોરોના સેમ્પ્લનું પરિક્ષમ કરવામાં આવ્યું છે. દૈનિક પોઝિટિવિટી રેટ ૨.૧૫ ટકા નોંધાયો છે જ્યારે સાપ્તાહિક પોઝિટિવિટી રેટ ૨.૨૧ ટકા રહ્યો હોવાનું મંત્રાલયે જણાવ્યું છે. કોરોનાથી સ્વસ્થ થયેલા દર્દીઓનો આંક વધીને ૩,૦૧,૪૩,૮૫૦ થયો છે. દેશમાં કોરોનાથી મૃત્યુનો દર ૧.૩૯ ટકા છે. અત્યાર સુધીમાં કોરોના વેક્સિનના ૩૯.૧૩ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

Related Posts