fbpx
અમરેલી

ચિતલમાં ચંદ્રમૌલી કુરીયરનાં સંચાલક સાથે છેતરપીંડી કરનાર આરોપીની અટકાયત

અમરેલીનાં ચિતલ ગામે ચંદ્રમૌલી કુરીયર તથા પી.એમ. આંગડીયાની ફ્રેન્‍ચાઈઝીનું કામ કરતા પરેશભાઈ શાંતિલાલ મહેતા મોબાઈલ ફોન ઉપર રાજુભાઈ ચિતલ એસાર પેટ્રોલપંપવાળા તરીકે ખોટું નામ ધારણ કરી, અમદાવાદ, રતનપોળ મુકામેથી પોતાના રૂા. 40 લાખ આંગડીયા મારફતે આવે છે તેવું જણાવી, તેઓને વાતોમાં ભોળવી, પોતાને એક નાનુ આંગડીયું રાજકોટ કરવાનું છે જે આંગડીયાના નાણા પોતાના રૂા. 40 લાખનાં આંગડીયાના નાણામાંથી વાળી લેવાનું કહી વિશ્‍વાસમાં લઈ પરેશભાઈ પાસે રૂા. 1,80,000નું આંગડીયુ રાજકોટમુકામે કરાવી પરેશભાઈ સાથે વિશ્‍વાસઘાત તથા છેતરપીંડી કરેલ હોય. જે અંગે પરેશભાઈ શાંતિલાલ મહેતાની ફરિયાદ પરથી ગઈ તા. ર7/પ/ર1નાં રોજ અમરેલી તાલુકા પોલીસ સ્‍ટેશનમાં ગુન્‍હો રજી. થયેલ હતો.

અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાય ઘ્‍વારા આ ગુન્‍હાની ગંભીરતાને ઘ્‍યાને લઈ ફરિયાદી સાથે છેતરપીંડી અને વિશ્‍વાસઘાત કરી તેમના રૂપિયા પડાવી લેનાર આરોપીઓને પકડી પાડી, ફરિયાદીની ગયેલ મિલ્‍કત તેમને પાછી મળે તે માટે કાર્યવાહી કરવા અમરેલી એલસીબી ઈન્‍ચાર્જ પોલીસ ઈન્‍સ્‍પેકટર આર.કે. કરમટા, પોલીસ સબ ઈન્‍સ્‍પેકટર પી.એન. મોરી તથા એલસીબી ટીમને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હતું. જે અનુસંધાને એલસીબી ટીમ ઘ્‍વારા આ ગુન્‍હાની વિગતોનો અભ્‍યાસ કરી, આરોપીઓ શોધી કાઢવા સઘન પ્રયત્‍નો હાથ ધરવામાં આવેલ હતા અને આજરોજ અમરેલી લાઠી રોડ, ગુરૂદત પેટ્રોલપંપ પાસેથી આરોપીઓને પકડી પાડી તેમની પાસેથી ફરિયાદીના રોકડા રૂપિયા સહિતનો 100 ટકા મુદામાલ કબ્‍જે કરી તેમની સામે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.

આ કામે પકડાયેલ આરોપી રણજીતસિંહ બળવંતસિંહ વાઘેલા, ટ્રકની લે-વેચનો ધંધો કરે છે તથા યશપાલસિંહ નારૂભા ઝાલા ઈકો ફોરવ્‍હીલમાં પેસેન્‍જરોના ભાડા કરી ગુજરાન ચલાવે છે. રણજીતસિંહ યશપાલસિંહના કુટુંબી માસા થાય છે. બંનેઆરોપીઓને પૈસાની જરૂરત હોય જેથી બંનેએ ભેગા થઈને આંગડીયા પેઢીમાં ખોટો ફોન કરી પૈસા મેળવવાનું કાવત્રું ઘડેલ. જે કાવત્રાને અંજામ આપવા માટે યશપાલસિંહની માતાના આધારકાર્ડ ઉપર ખરીદ કરેલ બે મોબાઈલ સીમકાર્ડનો ઉપયોગ થયેલ હતો. રણજીતસિંહે ઉપરોકત સીમકાર્ડનો ઉપયોગ કરી ફરિયાદીના મોબાઈલ ફોનમાં ફોન કરી રાજુભાઈ એસાર પેટ્રોલપંપ ચિતલ તરીકેની ઓળખ આપી અમદાવાદથી પોતાનું 40 લાખનું આંગડીયુ આવે છે તેમ જણાવી ફરિયાદીને વિશ્‍વાસમાં લઈ, પોતાના રૂા. 40 લાખના આંગડીયામાંથી નાણા વાળી લેવાનું જણાવી ફરિયાદી પાસે રૂા. 1,80,000નું આંગડીયુ રાજકોટ મુકામે કરાવી યશપાલસિંહ મારફતે આ આંગડીયામાં ફરિયાદી તરફથી મોકલવામાં આવેલ નાણા મેળવી બંને આરોપીઓએ ભાગ પાડી લીધેલ હતો.

Follow Me:

Related Posts