ચિતલ બટુક હનુમાન મંદિરનાં મહંત કૌશિક્ભાઇ દવે અને પંકજભાઈ દવે દ્વારા કવિ દાસશાન્તિની રચના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.
ચિતલ બટુક હનુમાન મંદિરનાં મહંત કૌશિક્ભાઇ દવે અને પંકજભાઈ દવે દ્વારા દવે પરિવારનું ગૌરવ એવા કવિ દાસશાન્તિની રચના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. દવે પરિવારમાં જન્મેલા એવા દાસશાન્તિએ પોતાની રચનાત્મક પ્રતિભા દ્વારા કવિનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તેવી જ પ્રતિભા દ્વારા કૌશિકભાઇ દવે અને પંકજભાઈ દવેએ પણ કવિ પરંપરા જાળવી રાખી, ભજનની દુનિયામાં પોતાનું આગવું સ્થાન બનાવી રાખ્યું છે. આ પુસ્તક વિમોચન પ્રસંગે દવે પરિવાર તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments