ચિતલ ખાતે સ્વ. બાલકૃષ્ણ દવેની પુણ્યતિથી નિમિતે ભવ્ય સંતવાણી,ડાયરાનું આયોજન કરવામાં આવ્યું.
ચિતલનું રતન અને ગુજરાતનું ગૌરવ એવા સ્વ. બાલકૃષ્ણ દવેની ૨૪મિ પુણ્યતિથી નિમિતે બટુક હનુમાનજીના મંદિરમાં આવેલ પટાંગણમાં ભવ્ય સંતવાણી, ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે સંતવાણી આરાધક ભજન સમ્રાટ નિરંજન પંડ્યાએ પોતાના આગવી અંદાજમાં રજુ કરવામાં આવેલ ભજનોમાં વિશાલ સંખ્યામાં હાજર રહેલ શ્રોતાઓનું દિલ જીતી લીધું હતું. નિરંજન પંડ્યા, દીપકભાઈ બારોટ તેમજ કૌશિકભાઈ દવે દ્વારા રજુ કરવામાં આવેલ દરેક ભજનમાં શ્રોતાઓની ખુબ દાદ મેળવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પંકજભાઈ દવે તેમજ બટુક હનુમાનજી મંદિરના પુજારી કૌશિકભાઈ દવે દ્વારા કરવામાં આવ્યું હતું. સંતવાણી, ડાયરામાં ચિતલ ઉપરાંત આજુબાજુના ગ્રામ રહેવાસીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને સંતવાણીની મોજ માણી હતી
Recent Comments