fbpx
અમરેલી

ચિતલ ગામના કોળી સમાજનો પ્રાણ પ્રશ્ન હલ કરતા : પરેશભાઈ ધાનાણી

અમરેલી તાલુકાના ચિતલ ગામે કોળી સમાજના સ્મશાનમાં પાણીની ટાંકી બાંધવાના કામે ગ્રાંન્ટ ફાળવતા : શ્રી પરેશભાઈ ધાનાણી

અમરેલી તાલુકાના ચિતલ ગામે કોળી સમાજના સ્મશાનમાં દફનક્રિયા કરવા આવતા લોકોને સ્નાન કરવામાં ખુબ જ મુશ્કેલીઓ પડી રહી છે, આથી ચિતલ ગામના કોળી સમાજના આગેવાનો દ્રારા અમરેલીના ધારાસભ્ય પરેશભાઈ ધાનાણીને રજુઆત કરતા તેમણે પોતાની ગ્રાંન્ટ માંથી અમરેલી તાલુકા ચિતલ ગામે કોળી સમાજના સ્મશાનમાં પાણીની ટાંકી બાંધવાના કામે નાણાંની ફાળવણી કરેલ છે. અને આ કામ ટુંક સમયમાં હાથ ધરવામાં આવશે. અમરેલીના કોળી સમાજના આગેવાનો રવજીભાઈ મકવાણા, તેમજ ચિતલ ગામના આગેવાનો જયેશભાઈ નાકરાણી, બાબુભાઈ દેસાઈ, જીવનભાઈ મીરોલીયા, કૃષ્ણસિંહ સરવૈયા, મયુરભાઈ ત્રિવેદી, રફીકભાઈ સોલંકી, રજાકભાઈ મુલતાની, વીપુલભાઈ જોષીએ પરેશભાઈ ધાનાણીનો ખુબ અુબ આભાર માન્યો .
Follow Me:

Related Posts