હાલ સમગ્ર દેશમાં કોરોનાની વેક્સીનનાં ડોઝ આપવાનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે. આ ત્રીજા તબક્કામાં ૬૦ વર્ષર્થી મોટી ઉમરના લોકોને વેકસીનના ડોઝ આપવામાં આવી રહ્યા છે. અમરેલી જીલ્લામાં પણ અમરેલી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ત્રીજા તબક્કાનાં વેક્સીનનાં ડોઝ આપવાનું ચાલી રહ્યું છે. ત્યારે ચિતલ ગ્રામપંચાયત દ્વારા કોરોના વેકસીનના ડોઝ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. ચિતલ ગામના કુલ ૯૫ વ્યક્તિઓને વેકસીનના ડોઝ આપવામાં આવ્યા હતા. આ તકે આરોગ્ય વિભાગના હેલ્થ ઓફિસર ડો.સિન્હાનાં માર્ગદર્શન હેઠળ ચિતલ ઉપરાંત મોણપર, ખીજડીયા તેમજ અન્ય ગામોમાં વેકસીનના ડોઝ આપવામાં આવ્યા હતા. શેઢુંભાર પી.એચ.સી.નાં ડો. જીતેન્દ્ બોરીચા, ડો. પ્રકાશ વાંઝા અને એફ.એચ.ડબલ્યું આર.કે.મેરિયા તેમજ આરોગ્ય કાર્યકર વિજયભાઈ, સાગરભાઈ તથા આશા ફેસીલેટર દક્ષાબહેન જોષી, ભુમીબહેન, સંગીતાબહેન, અનસૂયાબહેન, રેખાબહેન, પ્રવીણાબહેન તેમજ ગામના આગેવાનોનાં સહયોગથી આ આયોજન પાર પાડવામાં આવ્યું હતું
ચિતલ ગ્રામપંચાયત દ્વારા કોરોનાની રસી આપવાનું આયોજન કરવામાં આવ્યું

Recent Comments