ચિતલ માં ૧૧૦ મો નેત્ર યજ્ઞ ઉદ્યોગપતિ ગોપાલભાઈ ચમારડી ના અધ્યક્ષ સ્થાને યોજાય ગયો જ્ઞાતિવાદની માનસિકતા માંથી બહાર આવવાની જરૂર છે ગોપાલ ચમારડી
ચિતલ માં ૧૧૦ મો નેત્ર યજ્ઞ ઉદ્યોગપતિ ગોપાલભાઈ ચમારડી ના અધ્યક્ષ સ્થાને યોજાય ગયો જ્ઞાતિવાદની માનસિકતા માંથી બહાર આવવાની જરૂર છે ગોપાલ ચમારડી ચિતલ માં વિદ્યાભારતી ટ્રસ્ટ ચિતલ અને શ્રો રણછોડદાસ બાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ રાજકોટ ની તબીબી સેવા એ ચિતલ સરસ્વતી વિદ્યા મંદિર ખાતે વશરામભાઈ દેવશીભાઈ પાનેલીયાના સહયોગ થી ૧૧૦ મો નેત્ર નિદાન કેમ્પ સરદાર પ્રેમી જાણીતા ઉદ્યોગપતિ ગોપાલભાઈ વસ્તપરાના પ્રમુખ સ્થાને યોજાયો જેનું ઉદ્ઘાટન ખોડલધામ સમિતિના કન્વીનર પત્રકાર સુરેશભાઈ દેસાઈ ના હસ્તે કરવામાં આવેલ આ પ્રસંગે આર્ટ ઓફ લિવિંગ ના ઉમેશ દુધાત લોકસભા ના પ્રદેશ મહામંત્રી યોગેશભાઈ ગણાત્રા, ખોડલધામ સમાધાન પંચના અધ્યક્ષ મનુભાઈ દેસાઈ,અગ્રણી ઉદ્યોગ પતિ લાલભાઈ દેસાઈ, જિલ્લા પંચાયત ના ઉપ પ્રમુખ સુરેશભાઈ પાથર,તાલુકા પંચાયત ના ચેરમેન જે.બી. દેસાઈ, રંજનબેન બાબરીયા વિશ્વ હિન્દુ પરિષદ ના જિલ્લા ઉપાધ્યક્ષ વિજયભાઈ દેસાઈ ખાસ હાજર રહેલ કેમ્પ માં ગોપાલભાઈ ચમારડી વાળા નું વિવિધ સંસ્થાઓ અને તેમના આયોજક તરફથી નું સન્માન કરવામાં આવેલ
આ પ્રસંગે ગોપાલભાઈ વસ્તપરા એ જ્ઞાતિ જાતિના ભેદભાવ રહિત સમાજની વ્યવસ્થા કરવા પર ભાર મૂક્યો અને સરદાર વલ્લભભાઈ પટેલ સર્વ સમાજના નેતા ગણાવીને તેમના જીવન મંત્ર બનાવવા હાકલ કરી હટી કાર્યકમ નું સંચાલન સંસ્થા ના પ્રમુખ ઇતેશભાઈ મહેતા અને સ્વાગત પ્રવચન બિપીનભાઈ દવે કરેલઆ શિબિરને સફળ બનાવવા માટે નેત્ર નિદાન કેમ્પ કમિટીના સંયોજક દિનેશભાઈ મેસિયા,બિપીનભાઈ દવે, ઉકાભાઈ દેસાઈ , રાજુભાઈ ધાનાણી, સવજીભાઈ વાઘેલા રામજીભાઈ અસલાલીયા બકુલભાઈ ભીમાણી ,ખોડભાઈ ધંધુકિયા, છગનભાઈ કાછડીયા ,જીતુભાઈ વાઘેલા , વગેરે જહેમત ઉઠાવી હતી
Recent Comments