ચિતલ માં ૮૬ મો નેત્રયજ્ઞઅને સન્માન સમારોહ યોજાઇ ગયો
ચિતલ માં ૮૬ મો નેત્રયજ્ઞ અને સન્માન સમારોહ યોજાઇ ગયો.વિદ્યા ભારતી ટ્રસ્ટ દ્વારા ૮૬ મો નેત્ર યજ્ઞ સ્વ.વજુભાઈ સેજપાલ ની સ્મૃતિમાં પિયુષભાઈ અને વિમલભાઈ ના સહયોગથી તેમજ અમરેલી માર્કેટિંગ યાર્ડ માં ડાયરેક્ટર તરીકે ચૂંટાતા અગ્રણી ઉદ્યોગપતિ લાલભાઈ દેસાઈ અને ધર્મસેના ના મહામંત્રી હરિચરણદાસજી સ્વામી નો સન્માન સમારોહ જિલ્લા હોમગાર્ડ કમાન્ડર અશોકભાઈ જોશી ના પ્રમુખસ્થાને યોજાય ગયો. જેનું ઉદઘાટન રામાપીર મંદિરના લાલનાથજી મહારાજ તેમજ ઉષાબેન સેજપાલ ના હસ્તે કરવામાં આવેલ.
આ તકે હિન્દુ ધર્મસેના ના જિલ્લા પ્રમુખ સંદીપભાઈ માંગરોલિયા,અગ્રણી ઉદ્યોગપતિ મનુભાઈ દેસાઈ,લાલભાઈ દેસાઈ, કાળુભાઈ ધામી જિલ્લા પંચાયત ના સભ્ય સુરેશભાઈ પાથર, વેપારી મંડળ ના પ્રમુખ સુખદેવસિહ સરવૈયા, મહિલા અગ્રણી રંજનબેન ડાભી, ,વેપારી અગ્રણી અશોકભાઈ મોદી,લાલભાઈ ચિત્રોડા, હોમગાર્ડ કમાન્ડર પ્રવીણભાઈ ચોહાણ , કાર્તિકભાઈ ભટ્ટ તેમજ જગદીશભાઈ સંઘાણી, ખાસ ઉપસ્થિત રહેલ કેમ્પમાં ૧૨૦ જેટલા દર્દીઓ એ લાભ લીધેલ જેમાં ૨૬ દર્દીઓ ને મોતિયા ના ઓપરેશન માટે સંત શ્રી રણછોડદાસજી બાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ રાજકોટ મોકલવામાં આવેલ.કાર્યક્રમ નું સંચાલન સંસ્થા ના પ્રમુખ ઇતેશભાઈ મહેતા અને સ્વાગત પ્રવચન બિપીનભાઈ દવે અને કાર્યક્રમ ને સફળ બનાવવા માં દિનેશભાઈ મેસિયા,રાજુભાઈ ધાનાણી, ભાવેશભાઈ ધંધુકિયા, છગનભાઈ પટેલ, હસુભાઈ ડોડીયા,જીતુભાઈ વાઘેલા ,સંજયભાઈ લીબાસિયા, ખોડભાઈ દાંધુકિયા, છગનભાઈ દેસાઈ,ઘનશ્યામ ભાઈ નાડોદા વગેરે જહેમત ઉઠાવેલ.
Recent Comments