ચિતલ , વડીયા , કુકાવાવ સહિત સમગ્ર અમરેલી જિલ્લામાં પ્રાથમિક કોવિડ કેર કેન્દ્રો ઓક્સીજન , વેન્ટીલેટરની સુવિધા સાથે તાત્કાલિક શરૂ કરાવવાની માંગ કર્તા વિરોધપક્ષ નેતા પરેશ ધાનાણી
જયભારત સહ જણાવવાનું કે , આપણા ગુજરાત રાજ્યમાં કોરોનાના નવા સ્ટ્રેઈનના કારણે કોરોનાની સ્થિતિ બેકાબુ બની ગઈ છે અને રાજ્યના તમામ જિલ્લાઓમાં કોરોનાનું સંક્રમણ અતિશય વધી ગયું છે . અમદાવાદ , સુરત , વડોદરા , રાજકોટ સહિત નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે . કોરોનાના કારણે આજે તમામ જિલ્લાઓમાં સરકારી અને ખાનગી હોસ્પિટલો કોરોના સંક્રમિત દર્દીઓથી ઉભરાઈ રહી છે .
મારા વિધાનસભા મતવિસ્તાર અમરેલી જિલ્લામાં પણ કોરોનાનું સંક્રમણ સતત વધી રહેલ છે , જેના કારણે કોરોનાના દર્દીઓએ જિલ્લા કક્ષાએ અને બહારના જિલ્લાઓમાં સારવાર મેળવવા જવું પડે છે . હોસ્પિટલોમાં બેડ ઉપલબ્ધ ન હોવાના કારણે દર્દીઓને ફરજિયાત હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવે છે . એડવાન્સ પૈસા આપવા છતાં હોસ્પિટલોમાં બેડ ઉપલબ્ધ થતા નથી . કોરોના સંક્રમિત દર્દીઓની ગંભીર સ્થિતિના કારણે વેન્ટીલેટર પરના દર્દીઓ મોટા પ્રમાણમાં છે . વેન્ટીલેટર પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ ન હોવાના કારણે ગંભીર દર્દીઓના મૃત્યુ પણ મોટા પ્રમાણમાં થઈ રહ્યા કોરોનાના દર્દીઓની સારવાર માટે રેમડેસીવીર અને ટોસીલીજુમેબ જેવા ઈન્જકશન ખૂબ જ અસરકારક રહ્યા છે . ફેબી ફલુ જેવી દવાઓ પણ અસરકારક રહી છે ,
પરંતુ કોરોનાનું સંક્રમણ ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચ્યું હોઈ રેમડેસીવીર અને ટોસીલીજુમેબ જેવા ઈજેકશન અને ફેબી ફલુ જેવી દવાઓની સમગ્ર રાજ્યમાં અછત ઉભી થઈ છે અને આઉટ ઓફ સ્ટોક થઈ ગયા હોવાનું જાણવા મળે છે . રાજયમાં ઓક્સિજનની પણ અછત ઉભી થઈ હોવાનું અને તેના પણ કાળાબજાર થતા હોવાનું જાણવા મળે છે . રેમડેસીવીર ઈજેકશનની જરૂરિયાત વધુ ઉભી થઈ છે ત્યારે રાજ્યમાં રેમડેસીવીર ઈજેકશનના કાળાબજાર ખુલ્લેઆમ થઈ રહ્યા છે , જેના કારણે ગરીબ , સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો વધુ આર્થિક મુશ્કેલીમાં સપડાયા છે . મારા વિધાનસભા મતવિસ્તારના ચિતલ , વડીયા , કુકાવાવ તાલુકા તથા સમગ્ર અમરેલી જિલ્લામાં પણ કોરોનાના કારણે ગંભીર સ્થિતિ ઉભી થઈ હોવાથી દરરોજ મોટી સંખ્યામાં કેસ સામે આવી રહ્યા છે ત્યારે પ્રજાને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે .
ગ્રામ્ય વિસ્તારોમાં તાત્કાલિક સારવારના અભાવે લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે , જેના કારણે ચિતલ , વડીયા , કુકાવાવ અને સમગ્ર જિલ્લામાં આવેલ પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતે પ્રાથમિક કોવિડ કેર કેન્દ્રો ઓક્સીજન , વેન્ટીલેટર સહિત શરૂ કરવાની તાતી જરૂરિયાત છે અને રેમડેસવીર ઈજેકશન તથા કોરોનાની સારવાર માટે જરૂરી એવી અન્ય દવાઓનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવો અત્યંત જરૂરી છે . આથી , અમરેલીની પ્રજાના હિતમાં યોગ્ય નિર્ણય લઈ , ચિતલ , વડીયા , કુકાવાવ તાલુકા તથા સમગ્ર અમરેલી જિલ્લામાં પ્રાથમિક કોવિડ કેર કેન્દ્રો ઓક્સીજન , વેન્ટીલેટરની સુવિધા સાથે તાત્કાલિક શરૂ કરાવવા તથા રેમડેસીવીર ઈજેકશન તથા કોરોનાની સારવાર માટે જરૂરી એવી અન્ય દવાઓનો જથ્થો પૂરતા પ્રમાણમાં સત્વરે ઉપલબ્ધ કરાવવા મારી અમરેલીની પ્રજા વતી આપશ્રી સમક્ષ ખાસ વિનંતી સહ ભલામણ છે
Recent Comments