ચિતલ વિદ્યા મંદિર ખાતે રવિવારે 90 મો નેત્રયજ્ઞ યોજાશે
ચિત્તલમાં વિદ્યા મંદિર ખાતે તા.૨૬ ને રવિવાર ના રોજ 90 માં નેત્રા નિદાન નું આયોજન સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ રાજકોટના સહયોગથી વિદ્યા ભારતી ટ્રસ્ટ દ્વારા સરસ્વતી વિદ્યામંદિર ખાતે 26/ 3/ 2023 ના રોજ સવારના 9:00 કલાકે ભગવાનભાઈ ભુપતભાઈ નિર્મળ ના સહયોગથી 90 માં નેત્ર નિદાન કેમ્પ નો આયોજન જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ કાબરીયા ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવશે.
જેનો ઉદ્ઘાટન પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઈ ઉંધાડ ના હસ્તે કરવામાં આવશે આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે યુવા ઉદ્યોગપતિ વિજયભાઈ દેસાઈ જિલ્લા પંચાયતના સભ્ય સુરેશભાઈ પાથર એકતા પરિષદ અમરેલીના ઉપપ્રમુખ ભરતભાઈ વિષ્ણુ સ્વામી મહામંત્રી જયસુખભાઈ સોજીત્રા ખાસ ઉપસ્થિત રહેશે કેમ્પનો લાભ લેવા ઇચ્છુક દર્દીઓએ બીપીનભાઈ દવે દિનેશભાઈ મેશિયા અને ઈતેશભાઈ મહેતા નો સંપર્ક કરવા અનુરોધ કરાયો.
Recent Comments