fbpx
અમરેલી

ચિત્તલમાં શરૂ થનારા કોવિડ કેર સેન્‍ટરની સાંસદે મુલાકાત લીધી

ચિતલ સામુહિક આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે કોવિડ હોસ્‍પિટલ શરૂ કરવામાં આવી રહી છે જે કોવિડ સેન્‍ટર શરૂ થવાનું છે તેની મુલાકાતે અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા, જિલ્લા ભાજપના પ્રમુખ કૌશિકભાઇ વેકરીયા, જીલ્લા પંચાયત આરોગ્‍ય સમિતિના ચેરમેન જીતુભાઈ ડેર, જિલ્લા પંચાયતના સભ્‍ય સુરેશભાઈ પાથર, તાલુકા પંચાયતના સભ્‍ય જે.બી. દેસા,ઈ જશવંત ગઢના સરપંચ અશોકભાઈ માંગરોળીયા, વેપારી મંડળના પ્રમુખ સુખદેવસિંહ સરવૈયા, પૂર્વ જિલ્લા પંચાયતના સદસ્‍ય મનસુખભાઈનાડોદા, જયંતીભાઈ દેસાઈ, તાલુકા ભાજપના મંત્રી પ્રવીણભાઈ, રાજુભાઈ ધાનાણી, ,ઉપસરપંચ ધીરુભાઈ સરવૈયા, મહેશભાઈ બાબરીયા તેમજ ચિતલ આગેવાનોની ઉપસ્‍થિતિમાં નવા કોવિડ સેન્‍ટરની મુલાકાત લેવામાં આવી હતી.

આ પ્રસંગે ચિતલ સીએચસીના અધિક્ષક ડોકટર ગોસાઈ સાહેબ સાથે ચર્ચા કરી જે કાંઈ ઘટતું હોય તે પૂરું કરી કોરોનાના દર્દીને પૂરતી સારવાર મળે તે માટે ગામ તરફથી પૂરી વ્‍યવસ્‍થા કરી આપવામાં આવશે. તેવીખાતરી આપવામાં આવી હતી. આ કોવિડ હોસ્‍પિટલ મા જયાં જરૂર પડે ત્‍યાં કોઈપણ પ્રકારની મદદ કરવા માટેની વિજયભાઈ દેસાઈ તરફથી ડોકટર જયેશ ગોસાઈને ખાતરી આપવામાં આવી હતી. આમ ચિતલને કોવિડ સેન્‍ટર મળતા લોકોએ હાશકારો અનુભવ્‍યો ઘર આંગણે સારવાર મળવાથી ખુશી વ્‍યક્‍તત કરી. આ તકે રંજનબેન ડાભી અને ઘનશ્‍યામભાઇ ત્રાસપસીયા પણ ઉપસ્‍થિત રહયા હતા.

Follow Me:

Related Posts