ચિત્તલ ખાતે સ્વ. મોહનભાઈ નાકરાણીનેશ્રદ્ધાંજલિ અર્પણ કરતા પરેશ ધાનાણી
અમરેલીના સહકારી શિરોમણી અને માર્કેટયાર્ડના ચેરમેન મોહનભાઈ નાકરાણીનું નિધન થતા વિપક્ષીનેતા પરેશ ધાનાણી ચિતલ ખાતે દોડી ગયા હતા અને સ્વ. મોહનભાઈ નાકરાણીને શ્રઘ્ધાંજલિ અર્પણ કરી હતી અને પરિવારજનોને આશ્વાસન આપેલ.
આ તકે વિપક્ષીનેતાએ જણાવેલ કે મોહનભાઈ નાકરાણીના નિધનથી સહકારી જગતને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે અને જાહેર જીવનમાં અનેક વખત તેઓ માર્ગદર્શન માટે મોહનભાઈ નાકરાણીનું માર્ગદર્શન મેળવતા હોવાનું જણાવ્યું હતું.
Recent Comments