ચિત્તલ માં વિશ્વ ચકલી દિવસે કવિ સંમેલન મૃદુહદય ના મુશાયરો નો મેળાવડો યોજાયો
ચિતલ વિદ્યા ભારતી ટ્રસ્ટ ચિતલ પ્રેરિત બાલ કૃષ્ણ સાહિત્ય સભા, ચિતલ દ્વારા સરસ્વતિ વિદ્યા મંદિર ખાતે વિશ્વ ચકલી દિવસ નિમિતે કવિ સંમેલન મૃદુહદય ના મુશાયરો નો મેળાવડો વિદ્યા ભારતી ટ્રસ્ટ ના પ્રમુખ ઈતેશભાઈ મહેતા ના અધ્યક્ષતા માં યોજાયેલ જેનું ઉદઘાટન મહિલા અગ્રણી રંજનબેન ડાભી, મનસુખભાઇ નાડોદા, સુખદેવ સિંહ સરવૈયા,હસ્તે કરવા માં આવેલ, કવિ સંમેલન માં કવિશ્રી મુકેશ જોગી, પંકજ ચોહાણ,ધર્મેશ ઉનાગર,શીલા મહેતા, મિતાલી ગોહિલ,કનું લીબાસિયા ,મનહર મકવાણા,શરદ કાનાણી,હસુભાઈ મહેતા, અગન રાજ્યગુરૂ, વગેરે પોતાની મૌલિક રચના રજૂ કરેલજ્યારે અગ્રણી વેપારી ઘનશ્યમભાઈ જોગી,ડો. પ્રકાશભાઈ દેવમોરારી , મહેન્દ્રભાઈ જોશી, જિલ્લા પંચાતના સભ્ય સુરેશભાઈ પાથર , વિદ્યા ભારતી ના મંત્રી પ્રવીણભાઈ કથીરીયાતેમજ પરેશ જાની એ ખાસ હાજરી આપેલ.કાર્યક્રમ નું સંચાલન કવિ ગોપાલ ધાણાક એ આભાર વિધિ ડૉ.ધ્રુવ મહેતા સ્વાગત બિપીનભાઈ દવે એ કરેલશિબિર ને સફળ બનાવવા દિનેશભાઈ મેસિયા, વગેરે જહેમત ઉઠાવી હતી
Recent Comments