અમરેલી

ચિત્તલ વિદ્યાભારતી ટ્રસ્ટ આયોજિત સંત રણછોડાસબાપુ ટ્રસ્ટ હોસ્પિટલ નો 94 મો નેત્રયજ્ઞ યોજાઈ ગયો 

ચિતલ સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ રાજકોટ ના સહયોગથી ચિત્તલ વિદ્યા ભારતી ટ્રસ્ટ દ્વારા  દહિડા નિવાસી હાલ ઓસ્ટેલિયા બાબુભાઈ પોપટભાઈ  ના પરિવાર ના સહયોગથી સરસ્વતી વિદ્યા મંદિર ચિત્તલ ખાતે  અમરેલી જિલ્લા ખરીદ વેચાણ સંઘ ના પ્રમુખ મનીષભાઈ સંઘાણી  ના અધ્યક્ષ સ્થાનમાં 94 મા નેત્રદાન કેમ્પ  સમારોહ યોજાઈ ગયો જેનું ઉદઘાટન  રિકડિયા ખડેશ્વર મઢી ના મંહત પુજય શિવદાસબાપુ  ના હસ્તે કરવામાં આવેલ આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે   અમરેલી જિલ્લા  વિશ્વ ગુજરાતી સમાજ ના યુવા વિંગ ના પ્રમુખ  રિતેશભાઈ  સોની,  દાતા પરિવાર ના બકુલભાઈ ભાયાણી, ભાનુબેન ભાયાણી, જિલ્લા પંચાયતના સભ્ય સુરેશભાઈ પાથર ,ઉપ સરપંચ રઘુભાઈ સહિત અગ્રણી ઉપસ્થિત રહેલ નેત્ર નિદાન કેમ્પમાં 94 દર્દીઓએ લાભ લીધેલ જેમાં 32 દર્દીઓને રાજકોટ ખાતે મોતિયાના ઓપરેશન માટે લઈ જવામાં આવેલ આ કેમ્પનું સુંદર સંચાલન સંસ્થાના પ્રમુખ ઇતેશભાઈ મહેતા એ કરેલ જ્યારે સફળ બનાવવા માટે સંયોજક દિનેશભાઈ મેશિયા, બીપીનભાઈ દવે, રાજેશભાઈ ધાનાણી, જીતુભાઈ વાઘેલા છગનભાઈ દેસાઈ, ખોડાભાઈ ધંધુકિયા ઉકાભાઈ દેસાઈ, સવજીભાઈ વાઘેલા, કાળુંભાઈ, કિશોરભાઈ, વગેરે જહેમત ઉઠાવી હતી

Related Posts