ગુજરાત

ચિત્રકૂટ ધામ તલગાજરડા કન્યા શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની બે બહેનોની સાફલ્ય ગાથા. 

ચિત્રકૂટ ધામ કન્યાશાળા  તલગાજરડામાં બે બહેનો એ અભ્યાસ સાથે કર્યો. તદ્દન સામાન્ય પરિસ્થિતિમાં પોતાનું ગુજરાન ચલાવતા ખેડૂત  વિઠ્ઠલભાઈ કાતરીયા ની બંને પુત્રીઓ *કાતરીયા મમતા વિઠ્ઠલભાઈ* અને બીજી પુત્રી *કાતરીયા ભાવના વિઠ્ઠલભાઈ* એ અભ્યાસ અને સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ સાથે વ્યાયામ અને રમતગમતમાં પણ ખૂબ અગ્રેસર રહીને મમતાબેન વિઠ્ઠલભાઈ કાતરીયા એ *ધોરણ 6 માં એસ.એમ.ટી. એમ. જી .પટેલ સૈનિક સ્કૂલ ખેરવા- મહેસાણા* માં અભ્યાસમાં પ્રવૃત્તિ થઈ ત્યારબાદ ખૂબ મહેનત કરીને રાજકોટ અને વડોદરા એકેડેમીમાં તાલીમ લીધી ધોરણ 10 નડિયાદ અને ધોરણ 12 દેવગઢ બારીયા ગુરુ ગોવિંદ યુનિવર્સિટી ગોધરા  સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની એથ્લેન્ટિક્સ એકેડમીમાં પ્રેક્ટિસ કરી રહી છે. આ સમયમાં શાળા કક્ષાએ વિવિધ રમતો જેવી કે ખોખો, દોડ કોથળા દોડ, વગેરેમાં અવ્વલ નંબર પર સ્થાન મેળવેલ ખેલ *મહાકુંભ 2015માં 400 મીટર દોડમાં પ્રથમ સ્થાન* એથલેન્ટિક્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ નેશનલ *સ્પર્ધા 2016 માં 400 મીટર દોડ વિશાખાપટ્ટનમ ખાતે ભાગ લીધેલ* ખેલ *મહાકુંભ 2017 માં 400 મીટર અને 2018માં 400 મીટર દોડમાં રાજ્ય કક્ષાએ પ્રથમ સ્થાન* મેળવી રાજ્યનું ગૌરવ વધારેલ છે. 2022માં પણ ખેલમહાકુંભમાં 400 મીટર માં દ્વીતીય અને 4*400 મીટર રિલે દોડમાં પ્રથમ સ્થાન મેળવી એ સિવાય વેસ્ટ ઝોન *ઇન્ટર યુનિવર્સિટી ચેન્નઈ અને ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી ઓડિસ્સા ખાતે 2022/23 માં ભાગ લઈ ખૂબ જ સારો દેખાવ કર્યો….* 

તેવી જ રીતે બહેન ભાવના કાતરીયા એ પણ પોતાની બહેન સાથે જ ખેરવા- મહેસાણા ,ભાવનગર અને એસએમટી *માલીની કિશોર સંઘવી હોમિયોપેથિક મેડિકલ કોલેજ કરજણ વડોદરા* ખાતે અભ્યાસ કરેલ. અભ્યાસની સાથે સાથે ખો ખો, બાસ્કેટબોલ જેવી સ્પર્ધામાં ભાગ લઈ શાળાને ગૌરવ અપાવેલ. તાલુકા જિલ્લા લેવલની 400 મીટર દોડમાં ભાગ લઈને ખૂબ સારો દેખાવ કર્યો સાથે સાથે તેમણે *આંતરરાષ્ટ્રીય ગીતાજ્ઞાન સ્પર્ધામાં ભાગ લઈ* ભારતીય સંસ્કૃતિને પણ ઉજાગર કરવા માટે ખૂબ સારો પ્રયાસ કર્યો છે. શાળા લેવલની સ્પર્ધા માંથી ભાવના કાતરીયા એ  ખેલ મહાકુંભ સ્પર્ધામાં *તાલુકા જિલ્લામાં દોડમાં પ્રથમ સ્થાન મેળવવા બાદ ખેલ મહાકુંભ 2016 માં ઝોન લેવલે 400 મીટર દોડમાં પ્રથમ સ્થાન તેમજ લાંબી કુદમાં પણ પ્રથમ અને 2017 માં મહાનગરપાલિકા ભાવનગર 400 મીટર દોડમાં દ્વિતીય અને ખેલ મહાકુંભ 2018માં ઝોન કક્ષા ની 100 મીટર દોડમાં પ્રથમ તેમજ 400 મીટર દોડમાં પ્રથમ* સ્થાન હાંસલ કરી સમગ્ર ગુજરાતમાં અને ખેલ ક્ષેત્રે પોતાનું નામ અંકિત કરી દીધું.

આ સિવાય કોલેજ કક્ષાએ તેણીએ લાંબી કુદ ,ટેબલ ટેનિસ, દોરડા કૂદ ,વોલીબોલ જેવી રમતોમાં અગ્રેસર રહી કોલેજને વિવિધ રમતોમાં ગૌરવવંતું સ્થાન અપાવેલ છે. આ સિવાય પોતે ઘોડેસવારી, સ્વિમિંગ રાયફલ, રચ્ચીસઢ એનસીસી જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ અને કૌશલ્ય વર્ધક કાર્યમાં જોડાયેલ છે.

તેમના પિતાશ્રી વિઠ્ઠલભાઈ કાતરીયા એક સામાન્ય ખેડૂત છે છતાં પણ *બેટી બચાવો બેટી ભણાવો* . આ કાર્યક્રમ પોતે અમલમાં મૂકી બંને દીકરીઓને સારું શિક્ષણ આપ્યું અને ખેતીની સાથે સાથે બંને દીકરીઓના અભ્યાસમાં કોઈ કમી ના રહે તેવા સતત પ્રયત્નો કર્યા છે..

 પૂજ્ય મોરારીબાપુની આ પાવનભૂમિ અને તેમની નિશ્રામાં પૂજ્ય બાપુના આશીર્વાદ સતત આ પરિવારને મળતા રહ્યા છે પૂજ્ય બાપુ ની અવારનવાર તેમના આંગણે પધરામણી એ એમના માટે એક ગૌરવ છે. બંને બહેનોએ ગામડાની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી આજે શાળા, ગામ અને સમગ્ર રાજ્ય નું ગૌરવ વધારેલ છે….

Related Posts