ચિરિપાલ ગ્રુપ પર દરોડામાં ૨૫ કરોડ કેશ, ૧૦ કરોડની જ્વેલરી જપ્ત કરાયા

ચિરિપાલ ગ્રૂપને ત્યાં દરોડા દરમિયાન અધિકારીઓને મળેલા ડિજિટલ દસ્તાવેજાેને એફએસએલના અધિકારીઓ દ્વારા ચકાસણી કરવામાં આવી રહી છે. તેમજ જમીનોમાં કરેલા રોકાણના દસ્તાવેજાેની ફાઇલો પણ મોટી સંખ્યામાં મળી આવ્યા છે. ઉપરાંત કુલ રૂ. ૨૫ કરોડ રોકડા, રૂ. ૧૦ કરોડની જ્વેલરી, ૨૫ લોકર અને ૧.૫૦ લાખ ડોલર મળી આવ્યા છે. જાે કે, ઇનકમ ટેક્સ વિભાગે બેંક લોકર સીલ કર્યા છે. સાથે ડિજિટલ ડેટા અને કોમ્પ્યુટર હાર્ડડિસ્ક પણ જપ્ત કરી લીધી છે. આ ઉપરાંત ચિરિપાલ ગ્રૂપમાં ૫થી વધારે જગ્યાએ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે.
શહેરના બોપલ રોડ પર ચિરિપાલ ગ્રૂપની મુખ્ય ઓફિસ સાથે વેદપ્રકાશ ચિરિપાલ, બ્રિજમોહન ચિરિપાલ સહિતના ભાગીદારોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. થોડા દિવસો પહેલા ઇનકમ ટેક્સે એશિયન ગ્રેનીટો ઈન્ડિયા લિમિટેડ પર પણ દરોડા પડ્યા હતા. કંપનીના અલગ-અલગ ૪૦ લોકેશન પર સર્ચ ઓપરેશન દરમિયાન અધિકારીઓને મહત્ત્વના ડોકયુમેન્ટ અને વધુ ૫ કરોડની રોકડ રમ જપ્ત કરવામાં આવી હતી. સાથે મોટા પ્રમાણમાં દસ્તાવેજ તેમજ ડિજિટલ પુરાવા પણ ઇનકમ ટેક્સ અધિકારીઓને મળ્યા હતા.
અમદાવાદ ઇનકમ ટેક્સ વિભાગે ટેકસટાઇલ, શિક્ષણ, સોલાર, કેમિકલ, બિલ્ડર વ્યવસાય સાથે સંકળાયેલા ચિરિપાલ ગ્રૂપ પર આઇટીના દરોડા પાડ્યા હતા. ગત બુધવારે ચિરિપાલ ગ્રૂપ પર વહેલી સવારથી દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદના ૪૦ અને સાઉથ ગુજરાતના એક સહિત કુલ ૪૫ થી ૪૭ જગ્યાએ તપાસ શરૂ કરવામાં આવી હતી.
Recent Comments