ગાંધીનગરના ચીલોડા પ્રાથમિક શાળા પાસે રહેતી યુવતી ચીલોડા ચાર રસ્તા પાસે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને પોલીસ ચોકી નજીક ગલ્લો ચલાવે છે. આ ગલ્લા પર તેના પિતા નરોત્તમભાઈ લવજીભાઈ સોલંકી પણ બેસતા હોય હતા. યુવતી ગલ્લા પર આવી હતી અને તેના પિતા ગલ્લાએ આવ્યા હતા. પિતાના આવ્યા પહેલાં સાડા આઠેક વાગ્યાના અરસામાં એક ઈસમ ગલ્લા નજીકની પોલીસ ચોકીની દિવાલ પાસે આવીને ઊભો રહ્યો હતો અને ગલ્લા સામે જાેતા અને થોડી થોડી વારે સુનિતા સામે ટગર ટગર જાેયા કરતો હતો. તે પછીથી નરોત્તમભાઈ ખાટલામાં સૂઇ રહ્યા હતા. આ દરમિયાન ઈસમ તેમની પાસે પહોંચી ગયો હતો. એટલે યુવતીને એમ હતું કે સરનામું પૂછી રહ્યો હશે.
પરંતુ તે પલકારામાં નરોત્તમભાઈનાં માથામાં પથ્થર ઝીંકી દીધો દઈ ભાગવા માંડ્યો હતો. આ જાેઈને યુવતી પણ તેની પાછળ દોડી હતી. જાેકે, તે ઈસમ યુવતીને પણ મારવા દોડયો હતો. જેથી કરીને યુવતી નજીકમાં પડેલી રિક્ષામાં સંતાઈ ગઈ હતી. એટલામાં કોઈએ બૂમ પાડી હતી કે નરોત્તમભાઈના માથામાંથી લોહી નીકળી રહ્યું છે. જે સાંભળીને યુવતી તેમની પાસે પહોંચી ગઈ હતી અને દુપટ્ટો માથાના ભાગે બાંધી દીધો હતો. આ બનાવ અંગે તેણે તેના ભાઈ મનોજને પણ જાણ કરીને બોલાવી લીધો હતો. બાદમાં આસપાસના લોકોએ શોધખોળ આદરીને હુમલાખોર ઈસમને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. બાદમાં ગંભીર ઈજાગ્રસ્ત નરોત્તમભાઈને દવાખાનામાં લઈ જવાયા હતા.
જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે ચીલોડા પોલીસ મથકના પીઆઈ મયુરધ્વજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, હત્યા કરનાર તલોદનાં આત્રોલી ગામના જયદીપસિંહ દાદુભા ઝાલાની ધરપકડ કરી લેવાઈ છે. હુમલાખોર માનસિક રીતે અસ્વસ્થ હોય તેવું તેના વર્તન પરથી લાગી રહ્યું છે. પ્રાથમિક દ્રષ્ટિએ દીકરી સામે જાેઈ રહ્યો હોવાથી મરનારે ઠપકો આપ્યો હોવાથી તેણે પથ્થર મારીને હત્યા કરી હોય તેવું અનુમાન છે. હાલમાં પંચનામુ સહિતની કાર્યવાહી ચાલી રહી છે. આરોપી – મરનાર પ્રથમ વખત જ મળ્યા છે.
સુનીતા અને આરોપીની વધુ પૂછતાંછ કરીએ પછી વધુ વિગતો જાણવા મળશે.ગાંધીનગરના ચીલોડા પોલીસ ચોકીની નજીકમાં દીકરીના ગલ્લા પાસે ખાટલામાં સૂઇ રહેલાં પિતાની તલોદનાં શખ્સે કોઈ કારણસર પથ્થર ઝીંકીને હત્યા કરી દેવામાં આવી છે. જેનાં પગલે ચીલોડા પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ કરતા દીકરીની સામે ટગર ટગર જાેઈ રહેલા શખ્સને ઠપકો આપવા બાબતે હત્યા થઈ હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે.
Recent Comments