ચીખલી તાલુકાની સગીરાને ગર્ભવતી બનાવનાર સામે પોક્સો-દુષ્કર્મની થઇ ફરિયાદ
ચીખલી તાલુકાની એક સગીરા સાથે પ્રેમસંબંધ બાંધી બળાત્કાર ગુજારનાર વાંસદા તાલુકાના ૨૩ વર્ષીય યુવાન સામે પોક્સો-બળાત્કાર સંદર્ભનો ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે. સગીરાને ઉલ્ટી બંધ નહીં થતા સારવાર દરમિયાન લેબોરેટરીમાં અઢી માસનો ગર્ભ હોવાનું બહાર આવતા સમગ્ર હકીકત બહાર આવી હતી. ચીખલી તાલુકાના છેવાડાના એક ગામની સગીરા ધોરણ-૮માં અભ્યાસ કરતી હતી. તે સમય દરમિયાન વાંસદા પંથકના પિયુષ પટેલ સાથે આંખો મળી જતા પ્રેમસંબંધ બંધાયો હતો. તે સમય દરમિયાન તેઓ બન્ને વાતચીત જ કરતા હતા. બાદમાં ધોરણ-૧૦ની પરીક્ષા પૂર્ણ કર્યા બાદ હાઈસ્કૂલમાં ચોપડા જમા કરાવી ભાઈના મિત્ર સાથે બાઇક પર બેસી પરત જતી હતી.
તે દરમિયાન પ્રેમી પિયુષે જાેતા તેની બાઇક પર બેસાડીને પુલ નીચે લઈ જઇ તું કેમ તેની સાથે બેસીને ગયેલી તેમ કહી બે-ત્રણ તમાચા મારતા આ વાત સગીરાએ માતાને જણાવતા પરિવારજનો પિયુષના ઘરે જઈને બન્ને પક્ષ સાથે સમાધાન કર્યું હતું. દરમિયાન અઢી માસ પૂર્વે સગીરાના ઘરમાં કોઈ નહીં હોય તે સમય દરમિયાન સગીરા તેના મિત્ર સાથે વીડિયો કોલિંગ પર વાત કરતી હતી ત્યારે પિયુષ આવીને શરીરસંબંધ માટે બળજબરી કરવા લાગ્યો હતો. તે વખતે વિડીયો કોલ પર વાત કરતા તેના મિત્રએ પણ કઇ કરવા ના પાડી હતી. તે વખતે પિયુષે મોબાઈલ ઝૂંટવી લઈ વિડીયો કોલ કટ કરી જબરજસ્તી કરી સગીરાની મરજી વિરૂદ્ધ શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજારતા અઢી માસનો ગર્ભ રહી ગયો હતો.
આ બનાવ બાદ સગીરાને ઉલ્ટી શરૂ થતા સ્થાનિક તબીબ પાસે સારવાર બાદ પણ ઉલ્ટી બંધ નહીં થતા આલીપોર હોસ્પિટલમાં અને પછી રાનકૂવામાં હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા. જ્યાં લેબોરેટરી કરાવ્યાં બાદ તબીબે સગીરા ગર્ભવતી હોવાનું જણાવ્યું હતું. જેથી ચીખલીમાં પરીક્ષણ કરાવતા અઢી માસનો ગર્ભ હોવાનું બહાર આવતા આ સમગ્ર મામલે સગીરાની માતાની ફરિયાદ મુજબ પોલીસે પિયુષ વિરૂદ્ધ પોક્સો (બળાત્કાર) ની જાેગવાઈ મુજબનો ગુનો નોંધી પીઆઇ કે.જે.ચૌધરી તપાસ કરી રહ્યાં છે.
Recent Comments