ચીખલી પો.સ્ટેશનમાં બે શકમંદ આરોપીઓએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી
ચીખલી પોલીસ સ્ટેશનમાં મિલકત સંબંધી ગુનામાં શંકાને આધારે પૂછતાજ માટે લાવવામાં આવેલા બે શંકમંદ આરોપી ઇસમોએ પોલીસ સ્ટેશનમાં ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત કરતા સમગ્ર મામલે પોલીસની કામગીરી પર સવાલો ઉભા થયા છે.
ચીખલી પોલીસે ડાંગ જિલ્લાના અને વઘઇ તાલુકાના બે આરોપીને મિલકત સંબંધિત ગુનાના કામે ચીખલી પોલીસ સ્ટેશનમાં પુછપરછ અર્થે લાવી હતી. જે અંતર્ગત ૧૯ વર્ષીય સુનિલ પવાર અને રવી જાદવે સવારના પાંચ વાગ્યાથી લઈને આઠ વાગ્યાના અરસામાં પોલીસ સ્ટેશનમાં જ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરતા ચીખલી પોલીસ સ્ટેશન સહિત સમગ્ર જિલ્લા પોલીસ દોડતી થઇ હતી.
આ સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં આત્મહત્યાના બનાવો સામે પોલીસ શું કરી રહી હતી અને કોઈનું ધ્યાન કેમ ગયું તેને લઇને પણ સવાલો ઉભા થયા છે. માત્ર મિલકત સંબંધી ગુનાને લઈને શકમંદ આરોપી કઈ રીતે આત્મહત્યા કરી શકે તેને લઈને પણ પ્રશ્નાર્થ ઊભો થયો છે.
ઘટના રૂમમાં મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ લગાવાયો છે. અધિકારીઓ દ્વારા પોલીસ કામગીરીની બહાનું બનાવી મીડિયાને પ્રવેશતા અટકાવ્યા હતા. સમગ્ર ઘટનાને લઇ જિલ્લા પોલીસ વડા, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક સહીત ડેપ્યુટી કલેક્ટર ચીખલી પોલીસ સ્ટેશન પહોંચ્યા છે.
આ સમગ્ર મામલે નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક એસ.જી રાણાએ જણાવ્યું છે કે, વઘઇ તાલુકાના બે શકમંદ આરોપીઓ આજે સવારે પાંચ વાગ્યાથી લઈને આઠ વાગ્યે અંતર્ગત પોલીસ સ્ટેશનમાં જ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરતાં આ મામલે મને તપાસ સોંપવામાં આવી છે અને આરોપીઓએ કેમ આ પ્રકારનું કૃત્ય કર્યું તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે.
Recent Comments