ચીતલ માં ૯૭ મોં નેત્ર નિદાન કેમ્પ અને પદાધિકારીઓ નું સન્માન સમારોહ
અમરેલી ના ચીતલ માં ૯૭ મોં નેત્ર નિદાન કેમ્પ અને પદાધિકારીઓ નું સન્માન સમારોહચિતલ સરસ્વતિ વિદ્યા મંદિર ખાતે ૯૭ મો નેત્ર યજ્ઞ અને પદાધિકરીઓની નો સન્માન સમારોહ યોજાયો સંત શ્રી રણછોડદાસબાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ રાજકોટ ના તબીબી સહયોગથી ચિતલ વિદ્યાભારતી ટ્રસ્ટ દ્વારા સરસ્વતી વિદ્યામંદિર ખાતે અમરેલી નગરપાલિકા ના પૂર્વ ઉપપ્રમુખ રમાબેન મહેતાના અધ્યક્ષ સ્થાને ૯૭ મોં નેત્રંનિદાન કેમ્પ યશ બેંક ચિતલ ના મેનેજર ચિરાગભાઈ જોશી ના સહયોગ થી યોજાયો સાથે સાથે અને જિલ્લા પંચાયતના તેમજ નગરપાલિકામાં નવનિયુક્ત હોદ્દેદારોનો સન્માન સમારોહ યોજવામાં આવેલ જેનું ઉદ્ઘાટન અમરેલી નગરપાલિકાના પ્રમુખ બીપીનભાઈ લીંબાણી ના હસ્તે કરવામાં આવેલ આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સુરેશભાઈ પાથર અમરેલી નગરપાલિકા ના પ્રમુખ બીપીનભાઈ લીંબાણી અમરેલી નગરપાલિકા ના દંડક દિલાભાઈ વાળા તેમજ કારોબારી ચેરમેન મનીષભાઈ ધરજીયા નું વિદ્યાભારતી ટ્રસ્ટ અને નેત્રદાન કમિટી દ્વારા સન્માન કરવામાં આવેલ આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે પૂર્વ નગરપાલિકાના કારોબારી ચેરમેન સુરેશભાઈ પાથરે પ્રાસગિક ઉદબોધન કરેલ આ કેમ્પ માં ખોડલધામ સમાધાન પંચના પ્રમુખ મનુભાઈ દેસાઈ ચિતલ ગ્રામ પંચાયતના ઉપસરપંચ રઘુવીર સરવૈયા વગેરે ઉપસ્થિત રહેલ કેમ્પ ને સફળ બનાવવા માટે વિદ્યાભારતી દિનેશભાઈ મેશિયા ઉકાભાઇ દેસાઈ, જીતુભાઈ વાઘેલા ખોડુભાઈ ધંધુકિયા છગનભાઈ કાછડીયા તેમજ ભાવેશભાઈ ધંધુકિયા એ જહેમત ઉઠાવી હતી સમગ્ર કેમ્પનું સંચાલન ટ્રસ્ટ પ્રમુખ ઈતેશભાઈ મહેતાએ કરેલું હતું
Recent Comments