રાષ્ટ્રીય

ચીનના ઉત્તરી શહેરમાં જાેરદાર વિસ્ફોટ, એક વ્યક્તિનું મોત, ૨૨ ઘાયલ

ચીનના ઉત્તરીય શહેરમાં બુધવારે જાેરદાર વિસ્ફોટ થયો હતો. ન્યૂઝ એજન્સી અનુસાર, આ વિસ્ફોટ હેબેઈ પ્રાંતમાં થયો હતો જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને ૨૨ લોકો ઘાયલ થયા હતા. રાજધાની બેઇજિંગથી ૫૦ કિલોમીટરથી ઓછા પૂર્વમાં સાન્હે શહેરમાં રહેણાંક વિસ્તારમાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટનું કારણ ચિકન શોપમાં ગેસ લીકેજ હોવાનું માનવામાં આવે છે.

ફાયર વિભાગે જણાવ્યું કે, ફાયર એન્જિનને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. હાલ આગ કાબૂમાં છે અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ગયા મહિને ચીનના પૂર્વી શહેર નાનજિંગમાં રહેણાંક મકાનમાં આગ લાગવાથી ઓછામાં ઓછા ૧૫ લોકોના મોત થયા હતા અને ૪૪ લોકો ઘાયલ થયા હતા.

જાન્યુઆરીમાં, ઠૈહએ માં એક સ્ટોરમાં આગમાં ડઝનેક લોકો મૃત્યુ પામ્યા હતા. ગયા વર્ષે નવેમ્બરમાં ઉત્તરી ચીનના શાંક્સી પ્રાંતમાં કોલસા કંપનીની ઓફિસમાં આગ લાગવાથી ૨૬ લોકોના મોત થયા હતા. ગત જૂનમાં ઉત્તર-પશ્ચિમમાં એક રેસ્ટોરન્ટમાં થયેલા વિસ્ફોટમાં ૩૧ લોકો માર્યા ગયા હતા.

Related Posts