ચીનના ગાંસુ પ્રાંતમાં ૬.૨ની તીવ્રતાના ભૂકંપમાં ઓછામાં ઓછા ૧૧૧ લોકોના મોત થયા
ઉત્તર-પશ્ચિમ ચીનમાં ભૂકંપના કારણે ભારે તબાહી સર્જાઈ છે. ૬.૨ની તીવ્રતાના આ ભૂકંપ બાદ ગાંસુ અને કિંઘાઈ પ્રાંતમાં ૧૦૦થી વધુ લોકોના મોત થયા છે. સમાચાર એજન્સી સિન્હુઆને ટાંકીને એપીના અહેવાલ મુજબ, ૨૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ભૂકંપમાં કેટલીક ઈમારતો પણ ધ્વસ્ત થઈ ગઈ છે.
હાલ લોકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે. યુએસ જીઓલોજિકલ સર્વે અનુસાર, ભૂકંપ ગાંસુના લિન્ઝિયા ચેંગગુઆનઝેનથી લગભગ ૩૭ કિમી અને લાન્ઝોઉ, ગાંસુથી લગભગ ૧૦૦ કિમી દૂર આવ્યો હતો. ભૂકંપની ઊંડાઈ ૧૦ કિલોમીટર હોવાનું કહેવાય છે. સરકારી મીડિયા સિન્હુઆએ અહેવાલ આપ્યો છે કે સોમવારે મોડી સાંજે દેશના ગાંસુ પ્રાંતમાં આવેલા ૬.૨ તીવ્રતાના ભૂકંપ પછી ઓછામાં ઓછા ૧૧૧ લોકોના મોત થયા છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભૂકંપ ઉત્તર પશ્ચિમ ચીનના ગાંસુ પ્રાંતના જીશિશાન કાઉન્ટીમાં આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (દ્ગઝ્રજી) એ જણાવ્યું હતું કે આ મહિનાની શરૂઆતમાં, ચીનના શિનજિયાંગમાં રિક્ટર સ્કેલ પર ૪.૭ માપનો બીજાે ભૂકંપ આવ્યો હતો.. ઉત્તરપશ્ચિમ ચીનના ગાંસુ અને કિંઘાઈ પ્રાંતમાં ૬.૨ની તીવ્રતાના ભૂકંપમાં ઓછામાં ઓછા ૯૫ લોકો માર્યા ગયા હતા,
રાજ્ય સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો છે. સિન્હુઆ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે સોમવારે મોડી સાંજે આવેલા ભૂકંપમાં ગાંસુ પ્રાંતમાં ૮૬ અને પડોશી કિંઘાઈ પ્રાંતમાં નવ લોકોના મોત થયા હતા.અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ભૂકંપ બાદ પ્રાંતમાં ૨૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. સિન્હુઆ અનુસાર, પડોશી પ્રાંત કિંઘાઈના હૈડોંગ શહેરમાં પણ નવ લોકો માર્યા ગયા અને ૧૨૪ ઘાયલ થયા. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ભૂકંપ સંબંધિત મહત્વપૂર્ણ નિર્દેશો જારી કર્યા હતા, જેમાં સંપૂર્ણ સ્તરે શોધ અને બચાવ પ્રયાસો, અસરગ્રસ્ત લોકોનું યોગ્ય પુનર્વસન અને લોકોના જીવન અને સંપત્તિની સલામતી સુનિશ્ચિત કરવા માટેના મહત્તમ પ્રયાસો સહિતની માગણી કરવામાં આવી હતી.
ચીનમાં આવેલા ભૂકંપથી ભારે નુકસાન થયું છે. સમાચાર એજન્સીએ જણાવ્યું હતું કે ભૂકંપના કારણે ઘરો ધરાશાયી થવા સહિત ગંભીર નુકસાન થયું હતું અને લોકો સલામતી માટે શેરીઓમાં ભાગવા લાગ્યા હતા. ભૂકંપ, જેની તીવ્રતા યુએસ જીઓલોજિકલ સર્વે દ્વારા ૫.૯ અને સિન્હુઆ દ્વારા ૬.૨ ની તીવ્રતા તરીકે નોંધવામાં આવી હતી, તે કિંઘાઈ પ્રાંતની સરહદ નજીકના ગાંસુ પ્રાંતમાં ત્રાટકી હતી.
Recent Comments