fbpx
રાષ્ટ્રીય

ચીનના દક્ષિણ શિનજિયાંગમાં ૭.૨ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

ચીનના દક્ષિણ શિનજિયાંગમાં સોમવારે મોડી રાત્રે ૭.૨ની તીવ્રતાનો એક મજબૂત ભૂકંપ આવ્યો રાજધાની દિલ્હીમાં ફરી ભૂકંપના આંચકા અનુભવાયા છે. ચીનના દક્ષિણ શિનજિયાંગમાં સોમવારે મોડી રાત્રે ૭.૨ની તીવ્રતાનો એક મજબૂત ભૂકંપ આવ્યો હતો. જેના કારણે દિલ્હી અને દ્ગઝ્રઇના કેટલાક ભાગોમાં પણ ભૂકંપના આંચકાઅનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપનું કેન્દ્ર ચીનના દક્ષિણ શિનજિયાંગ ક્ષેત્રમાં ૮૦ કિલોમીટરની ઊંડાઈએ હોવાની માહિતી આપી છે. ચીનના દક્ષિણ શિનજિયાંગ વિસ્તારમાં સોમવારે મોડી રાત્રે ૭.૨ની તીવ્રતાનો એક મજબૂત ભૂકંપ આવ્યો હતો, જેના આંચકા દિલ્હી અને દ્ગઝ્રઇના કેટલાક ભાગોમાં પણ અનુભવાયા હતા.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (એનસીએસ) એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ દ્વારા જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર ચીનના દક્ષિણ શિનજિયાંગ ક્ષેત્રમાં ૮૦ કિલોમીટરની ઊંડાઈએ હતું. તમને જણાવી દઈએ કે દિલ્હી-એનસીઆર ભૂકંપ માટે સંવેદનશીલ માનવામાં આવે છે. ભૂસ્તરશાસ્ત્રીઓએ રાજધાની અને આસપાસના વિસ્તારોને ઝોન-૪માં મૂક્યા છે. ઝોન-૪ એટલે કે હિમાલય, કાશ્મીર અને કચ્છ પછી દિલ્હી દ્ગઝ્રઇમાં ભૂકંપનું જાેખમ સૌથી વધુ જાેવા મળી રહ્યુ છે. છેલ્લા ઘણા સમયથી અહીં વારંવાર ભૂકંપ આંચકા અનુભવાઇ રહ્યા છે. ગત વર્ષે અહીં ૧૮ વાર ભૂકંપના આંચકા અનુભવાયા હોવાની માહિતી સામે આવી છે.

Follow Me:

Related Posts