fbpx
રાષ્ટ્રીય

ચીનના લોકોને મદદ કરશે ભારત, ભારત સરકારે દવા મોકલવાનો લીધો ર્નિણય!

ચીનમાં કોરોનાની અત્યાર સુધીની સૌથી ઘાતક લહેર આવી છે. દરરોજ લાખોની સંખ્યામાં નવા દર્દી સામે આવી રહ્યા છે અને હોસ્પિટલોમાં લોકોને બેડ નથી મળતા, તો વળી દવાઓ પણ ભારે મુશ્કેલીથી મળી રહી છે. દવા વગર લોકો તરફડીયા મારી રહ્યા છે. પોતાના પાડોશી દેશને મુસીબતમાં જાેઈને ભારત ફરી એક વાર સામે આવ્યું છે. ભારતે ચીનમાં દવાઓ મોકલવાનો ર્નિણય કર્યો છે. ભારતના દવા નિકાસ નિગમના અધ્યક્ષે ગુરુવારે કહ્યું કે, દુનિયાના સૌથી મોટા દવા નિર્માતાઓમાંથી એક ભારતે કોરોના સામે ઝઝૂમી રહેલા ચીનની મદદ કરવાનો ર્નિણય લીધો છે.

ભારત, ચીનને તાવની દવા આપવા માટે તૈયાર છે. ચીનમાં કોરોનાની લહેર આવવાથી ત્યાં દવાઓની ભારે તંગી સર્જાઈ છે. ડિમાન્ડ પુરી કરવા માટે દવા કંપનીમાં ઓવર ટાઈમ કરાવામાં આવી રહ્યો છે. ચીની સરકારે તાવ, સાંધાનો દુખાવો, માથાનો દુખાવાની દવા ફ્રીમાં આપવાની જાહેરાત કરી છે. આ તમામની વચ્ચે ભારત પણ ચીનને તાવની દવા મોકલશે. ફાર્માસ્યુટિકલ્સ એક્સપોર્ટ પ્રમોશન કાઉંસિલ ઓફ ઈંડિયાના ચેરમેન સાહિલ મુંઝાલે રોયટર્સને જણાવ્યું હતું કે, ઈબુપ્રોફેન અને પેરાસિટામોલ દવા બનાવનારી કંપનીઓ પાસે ચીનમાંથી ઓર્ડર આવી રહ્યા છે.

Follow Me:

Related Posts