ચીનમાં ઉઈગર મુસ્લિમોને બંધક બનાવી મજૂરી કરાવાય છે: યુએન રિપોર્ટ
ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનના રિપોર્ટ અનુસાર ચીને ૧૯૬૪ના રોજગાર નીતિ સંમેલનના વિવિધ લેખોનું ઉલ્લંઘન કર્યું છે. ચીને તેનો અમલ ૧૯૯૭માં કર્યો હતો, જેમાં મુક્તપણે રોજગાર પસંદ કરવાનો અધિકાર સામેલ હતો. ‘ઇન્ટરનેશનલ લેબર સ્ટાન્ડર્ડ્સ’ નામનો ૮૭૦ પાનાનો અહેવાલ નિષ્ણાતોની સમિતિ દ્વારા કરવામાં આવેલ મૂલ્યાંકન છે. તે કોંગોથી અફઘાનિસ્તાન સુધીના વિવિધ દેશોના શ્રમ ધોરણોમાં પ્રગતિને જુએ છે. તેમાં બાળ વેતન, તકની સમાનતા, માતૃત્વ સંરક્ષણ, વ્યાવસાયિક તાલીમ જેવા ક્ષેત્રોની માહિતી આપી છે.
ચીન શિનજિયાંગમાં ઉઇગર અને અન્ય તુર્ક અને મુસ્લિમ અલ્પસંખ્યકોને બળજબરીથી મજૂરી કરાવી રહ્યું છે. આ માટે ઘણા કાર્યક્રમો વ્યાપક અને વ્યવસ્થિત રીતે ચલાવવામાં આવી રહ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે શિનજિયાંગમાં વંશીય અને ધાર્મિક લઘુમતીઓની લગભગ ૧.૩ કરોડ વસ્તીને તેમની જાતિ અને ધર્મના આધારે નિશાન બનાવવામાં આવે છે. જાે કે, ચીને તેને ગરીબી નાબૂદી, વ્યાવસાયિક તાલીમ, કાર્ય દ્વારા શિક્ષિત અને કટ્ટરપંથી ઘટાડવાનું નામ આપ્યું છે અને તેના પગલાંને યોગ્ય ઠેરવ્યું છે. પરંતુ વાસ્તવિકતા તેનાથી તદ્દન વિપરીત છે. ચીનના કાર્યક્રમની એક વિશેષતા એ છે કે તેણે લગભગ ૧૮ લાખ ઉઇગુર અને અન્ય તુર્ક અથવા મુસ્લિમ લોકોને રી-એજ્યુકેશન નામના શિબિરમાં કેદ કર્યા છે. અહીં આ લોકો મજૂરી કરવા મજબૂર છે.
રિપોર્ટ અનુસાર, શિનજિયાંગ અને દેશના અન્ય ભાગોમાં બનેલી જેલમાં આ લોકો સાથે દુર્વ્યવહાર અને મારપીટ કરવામાં આવે છે. આ શિબિરોમાં કામ કરતા લોકોને સખત મહેનત કરાવવામાં આવે છે. ક્યાંય અવરજવરની સ્વતંત્રતા નથી અને કર્મચારીઓને ત્રાસ આપવામાં આવે છે. શિબિરોના લોકો સામાન્ય રીતે કપાસની ખેતી કરવા અને કપડાં બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે.ચીન તેના ઉત્તર-પશ્ચિમ પ્રાંત શિનજિયાંગમાં ઉઇગુરો પર અત્યાચાર ચાલુ રાખે છે.
તેમની સામે ભેદભાવપૂર્ણ કૃત્યો કરવામાં આવી રહ્યા છે. બળજબરીથી મજૂરી, અશક્ય ઉત્પાદન અપેક્ષાઓ અને લાંબા સમય સુધી કામ કરવાનું ચાલુ રાખવા સહિત અનેક કૃત્ય સામેલ છે. સંયુક્ત રાષ્ટ્રની એક સમિતિએ આ માહિતી આપી છે. સંયુક્ત રાષ્ટ્રએ ચીનને તેના રોજગાર નિયમો વૈશ્વિક માપદંડો અનુસાર બનાવવા માટે કહ્યું છે. ચીન લાંબા સમયથી ઉઇગર મુસ્લિમો સાથે ખરાબ વ્યવહાર કરવાનો આરોપ લગાવી રહ્યું છે.
Recent Comments