રાષ્ટ્રીય

ચીનમાં કોરોના કેસોનો રાફડો ફાટતાં ખળભળાટ

ચીન સરકારે લગભગ ૧૫ દિવસ પહેલા જ કોરોના કેસો વધવાના કારણે શાંધાઇમાં કડક લૉકડાઉન લાગુ કરી દીધુ હતુ, પરંતુ ત્યારબાદ પણ ત્યાં સ્થિતિ કન્ટ્રૉલ નથી થઇ રહી. દરરોજ અહીં સૌથી વધુ દર્દીઓ કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગ અનુસાર, અહીં દરરોજ કેસોમાં ઝડપથી વધારો જાેવા મળી રહ્યો છે. શાંધાઇ અને ચીનના અન્ય શહેરોમાં સંક્રમણની તપાસ પર વધુ ફોકસ કરવામાં આવી રહ્યો છે. કેટલાય રાઉન્ડનું ટેસ્ટિંગ થઇ રહ્યું છે. હૉસ્પીટલમાં કોરોના દર્દીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે, વધારાને બેડ અને વધારાની હૉસ્પીટલ બનાવવામાં આવી છે. ચીનમાં કોરોનાની ચોથી લહેરે ભારે તબાહી મચાવવાનુ શરૂ કરી દીધુ છે. સૌથી ભયાનક સ્થિતિ શાંધાઇની છે. અહીં તમામ પ્રતિબંધો અને લૉકડાઉન બાદ પણ કોરોનાના કેસો અટકવાનુ નામ નથી લઇ રહ્યાં. બુધવારે પણ કોરોનાના કેસો ઓછા નથી થઇ રહ્યાં. બુધવારે અહીં શાંધાઇમાં એક જ દિવસમાં સૌથી વધુ કોરોના દર્દીઓ મળ્યા. રિપોર્ટ અનુસાર, બુધવારે ૨૦૭૦૦ દર્દીઓ એવા મળ્યા છે જેમાં કોરોનાના લક્ષણો ન હતા. પરંતુ રિપોર્ટ પૉઝિટીવ આવ્યા છે. જ્યારે ૩૪૦૦ થી વધુ દર્દીઓ એવા મળ્યા છે જેમાં કોરોનાના લક્ષણો હતા.

Related Posts