રાષ્ટ્રીય

ચીનમાં લોકડાઉનથી લાખો લોકો અન્ન – પાણી વિના ઘરોમાં કેદ

ચીનના કોવિડ નિયમો હેઠળ જાે બાળક કોવિડ સંક્રમિત હોવાનું જાણવા મળે છે તો તેને તેના માતાપિતાથી અલગ કરી દેવામાં આવે છે. જેને લઈને વાલીઓમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. જાે કે બાદમાં શાંઘાઈ સત્તાવાળાઓએ પાછળથી તે માતાપિતાને તેમના બાળકો સાથે આઈસોલેશન સેન્ટરમાં રહેવાની મંજૂરી આપી. જાે કે ન્યૂઝ એજન્સી રોઈટર્સ અનુસાર હજુ પણ ફરિયાદો મળી રહી છે કે બાળકોને તેમના માતા-પિતાથી અલગ કરવામાં આવી રહ્યા છે. બુધવારે, શહેરમાં એક વિશાળ કોવિડ પરીક્ષણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, જેથી વધતા સંક્રમણને આગળ વધતુ રોકી શકાય.

કોરોના વાયરસનો નવો વેરિઅન્ટ ઓમિક્રોનની એક મહિના પહેલા શાંઘાઈમાં પુષ્ટિ થઈ હતી. આ પછી શહેરના ઘણા વિસ્તારો બંધ કરી દેવામાં આવ્યા હતા. બાદમાં વધતા સંક્રમણને રોકવા અધિકારીઓએ ગયા અઠવાડિયે લોકડાઉન લાદ્યું. આ અંતર્ગત શહેરને બે ભાગમાં વહેંચવામાં આવ્યું હતું અને દરેક ભાગ માટે અલગ-અલગ નિયંત્રણો મૂકવામાં આવ્યા હતા. સોમવારે ૨.૫ કરોડની વસ્તીવાળા સમગ્ર શહેરને આવરી લેવા માટે લોકડાઉન અનિશ્ચિત સમય માટે લંબાવવામાં આવ્યું હતુ. લોકડાઉન વધવાને કારણે ડિલિવરી સર્વિસ પર દબાણ વધી ગયું છે. આ ઉપરાંત કરિયાણાની દુકાનની વેબસાઈટ અને સરકારની વિતરણ વ્યવસ્થા પર પણ દબાણ જાેવા મળ્યું છે.

ઘણા ડિલિવરી કામદારો પણ લોકડાઉન વિસ્તારોમાં રહે છે. તેના કારણે ડિલિવરી પર પણ અસર પડી છે. શહેરના કેટલાક વિસ્તારોમાં વ્યવસ્થાતંત્ર ખોરવાયુ છે. શહેરના અધિકારીઓ એ પણ સ્વીકાર્યું છે કે લોકો ખોરાકની અછતનો સામનો કરી રહ્યા છે. આ જ કારણ છે કે હવે કેટલીક દુકાનો ખોલવાની વિચારણા કરવામાં આવી રહી છે.ચીનના સૌથી મોટા શહેરોમાંનું એક શાંઘાઈ કોરોના વાઈરસ સામે લડી રહ્યું છે. કથળતી પરિસ્થિતિ વચ્ચે સરકારે અહીં લોકડાઉન લાગુ કર્યું છે. ઓમિક્રોન વેરિઅન્ટના કારણે લાદવામાં આવેલા કડક લોકડાઉનને કારણે હવે શાંઘાઈમાં લોકોની ખાણીપીણીની વસ્તુઓ ખતમ થઈ રહી છે. શહેરના લોકોને ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમને રાશન લેવા માટે બહાર જવાની સખ્ત મનાઈ છે. ગુરુવારે શાંઘાઈમાં ૨૦,૦૦૦ નવા કેસ નોંધાયા હતા. બીજી તરફ અધિકારીઓએ સ્વીકાર્યું છે કે શાંઘાઈ શહેર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે.

Related Posts