fbpx
રાષ્ટ્રીય

ચીનમાં ૫.૫ની તીવ્રતાનો ભૂકંપ, ૧૦૦થી વધારે મકાન ધરાશાયી, અનેક લોકો ઘાયલ

૫ ઓગસ્ટની રાતથી દુનિયાના અલગ અલગ વિસ્તારમાં ભૂકંપના સમાચાર સામે આવી રહ્યા છે. ભારતની રાજધાની દિલ્હી બાદ હવે ચીનથી પણ ભૂકંપના સમાચાર સામે આવ્યા છે. મોડી રાત્રે આવેલા આ ભૂકંપને કારણે ચીનમાં ૧૦૦થી વધારે ઘર ધરાશાયી થયા છે. મળતી માહિતી અનુસાર, આ ભૂકંપના કારણે ૨૦થી વધારે લોકો ઘાયલ થયા છે. જાેકે, જાનહાનિના કોઈ સમાચાર સામે આવ્યા નથી. ચાઇના ભૂકંપ નેટવર્ક સેન્ટરના જણાવ્યા અનુસાર, ચીનની રાજધાની બેઇજિંગથી લગભગ ૩૦૦ કિલોમીટર (૧૮૫ માઇલ) દક્ષિણમાં ડેઝોઉ શહેરની નજીક ૫.૫ની તીવ્રતાનો ભૂકંપ સવારે ૨ઃ૩૩ વાગ્યે આવ્યો હતો. યુએસ જીઓલોજિકલ સર્વેએ તેની તીવ્રતા ૫.૪ દર્શાવી હતી. ભૂંકપના કારણે આ વિસ્તારના લોકોમાં ભયનો માહોલ છે. ભૂંકપના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. શનિવારે રાત્રે દિલ્હી-દ્ગઝ્રઇમાં ભૂકંપના જાેરદાર આંચકા અનુભવાયા હતા. જણાવવામાં આવ્યું છે કે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૫.૮ માપવામાં આવી છે. તે જ સમયે, ચંદીગઢ અને પંજાબના ઘણા વિસ્તારોમાં ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી રહી છે. તેનું કેન્દ્ર જમ્મુ અને કાશ્મીરના ગુલમર્ગ જિલ્લાથી ઉત્તર-ઉત્તર પશ્ચિમમાં ૮૯ કિમી દૂર જણાવવામાં આવી રહ્યું હતુ. પણ ભૂકંપનું કેન્દ્ર બિંદુ હિંદુકુશ હતુ. જાેકે, આ ભૂંકપમાં પણ કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી. આજે વહેલી સવારે બનાસકાંઠામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતો. બનાસકાંઠામાં ૪.૬ની તીવ્રતાનો ભુકંપનો આચંકો અનુભવાયો હતો. આજે વહેલી સવારે ૪.૩૬ કલાકે આંચકો નોંધાયો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ વાવથી ૧૦૪ કિમી દૂર નોંધાયુ હતુ. તેમજ રાજસ્થાનના ઝાલોર પાસે ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયુ હતુ.

Follow Me:

Related Posts