ચીનમાં BA.૫.૨ અને BF.૭એ કહેર મચાવ્યો, ૭૭૩ સિક્વન્સ મળ્યા, WHOએ ચિંતા વ્યક્ત કરી
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ચીનમાં કોવિડ-૧૯ના પ્રકોપને લઈને મોટો ખુલાસો કર્યો છે. ઉૐર્ંએ બુધવારે જણાવ્યું હતું કે, ચીન દ્વારા જાહેર કરવામાં આવેલ ડેટા દર્શાવે છે કે લોકો માત્ર ઓમિક્રોનના સબવેરિયન્ટ મ્છ.૫.૨ અને મ્હ્લ.૭થી સંક્રમિત થઈ રહ્યા છે. ચીનમાં ફેલાયેલા આ કેસોમાં ૯૭.૫ ટકા કેસ માટે આ સબવેરિયન્ટ્સ જ જવાબદાર છે. આ સાથે ઉૐર્ંએ પણ કહ્યું કે તે વૈશ્વિક સ્તરે કોવિડની સ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહ્યું છે. એએનઆઈના જણાવ્યા અનુસાર, ડબલ્યૂએચઓ દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં તમામ દેશોને સતર્ક રહેવા અને કેસો ઉપર નજર રાખવા અને ઓમિક્રોનના સબવેરિયન્ટ્સનું સ્વતંત્ર અને તુલનાત્મક વિશ્લેષણ કરવા માટે કહેવામાં આવ્યું છે. ડબ્લ્યુએચઓએ તેના નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે કોરોનાવાયરસની ઉત્પત્તિ પર ટેકનિકલ સલાહકાર જૂથે મંગળવારે ચાઇનીઝ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન સાથે બેઠક કરી હતી.
આ સાથે જ ચીનના સીડીસી વિશ્લેષણમાં કોવિડ સંક્રમણના મોટાભાગના કેસોમાં ઓમિક્રોનના સબવેરિયન્ટ મ્છ.૫.૨ અને મ્હ્લ.૭ મળી આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાના કેસો છુપાવવાને કારણે હાલ ચીનની વૈશ્વિક સ્તરે સતત ટીકા કરવામાં આવી રહી છે. આ ટીકાઓ બાદ ચીને જીનોમિક ડેટા શેર કર્યો છે, જેમાં ચીનની સીડીસીએ બહારથી આવતા અને સ્થાનિક રીતે મળેલા કેસોનો ઉલ્લેખ કર્યો છે. આ સાથે જ ડબલ્યૂએચઓએ કહ્યું છે કે કેટલાક અન્ય ઓમિક્રોન સબ-વેરિયન્ટ્સ પણ મળી આવ્યા છે. ઉૐર્ં અનુસાર, ૩ જાન્યુઆરી સુધી ય્ૈંજીછૈંડ્ઢ ઈॅૈર્ઝ્રફ ડેટાબેઝમાં ચીનમાંથી ૭૭૩ સિક્વન્સ જમા કરવામાં આવ્યા છે. આમાંથી મોટાભાગના (૫૬૪ સિક્વન્સ) ૧ ડિસેમ્બર, ૨૦૨૨ પછી એકત્રિત કરવામાં આવ્યા છે.
એકત્ર કરાયેલા સિક્વન્સમાંથી માત્ર ૯૫ સિક્વન્સ સ્થાનિક સ્તરે જાેવા મળતા કેસ માટે જવાબદાર હતા. આ સાથે જ ૧૮૭ સિક્વન્સ બહારથી આવવાનું કહેવામાં આવ્યું છે, જ્યારે ૨૬૧ સિક્વન્સ વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી. જણાવી દઈએ કે, ચીન હાલમાં કોરોનાના ગંભીર સંક્રમણમાંથી પસાર થઈ રહ્યું છે. ઝીરો-કોવિડ પ્રોટોકોલમાં આપવામાં આવેલી છૂટછાટ બાદથી જ અહીં સ્થિતિ વધુ ખરાબ થઈ છે અને લોકોથી ઉભરાતી હોસ્પિટલોના દ્રશ્યો પણ સામે આવી રહ્યાં છે.
Recent Comments