ચીની કૂટનીતિનો શિકાર બન્યું શ્રીલંકા

અમેરિકી ગુપ્તચર એજન્સી ઝ્રૈંછના વડા બિલ બર્ન્સે દેવાની જાળમાં ફસાયેલી શ્રીલંકાની વર્તમાન આર્થિક દુર્દશા માટે ચીનની કૂટનીતિને જવાબદાર ગણાવી છે. તેમણે જણાવ્યું છે કે, શ્રીલંકા ચીનની દાવને સમજી શક્યું નથી અને મૂર્ખતાપૂર્વક તેની જાળમાં ફસાઈ ગયું છે. અન્ય દેશોએ આમાંથી બોધપાઠ લેવો જાેઈએ. વોશિંગ્ટનમાં એસ્પેન સિક્યોરિટી ફોરમને સંબોધતા ઝ્રૈંછ ચીફ બર્ન્સે જણાવ્યું હતું કે, શ્રીલંકાની ભૂલને અન્ય દેશો માટે ચેતવણી તરીકે લેવી જાેઈએ. એસ્પેન સિક્યુરિટી ફોરમ એ એસ્પેન ઇન્સ્ટિટ્યુટ ઓફ હ્યુમેનિટેરિયન સ્ટડીઝ દ્વારા બનાવવામાં આવેલા આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. તે સમગ્ર વિશ્વમાં સમાનતાવાદી સમાજની સ્થાપના માટે કામ કરે છે.
સીઆઈએ ચીફે જણાવ્યું હતું કે, શ્રીલંકા ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ) સાથે ચર્ચામાં અભૂતપૂર્વ આર્થિક કટોકટીનો વધુ સારો ઉકેલ શોધવામાં નિષ્ફળ ગઈ અને ચીનની જાળમાં ફસાઈ ગઈ હતી. બર્ન્સે બુધવારે આરોપ લગાવ્યો કે, શ્રીલંકાની આર્થિક બરબાદીનું મુખ્ય કારણ દેવાના સ્વરૂપમાં ચીનનું જંગી રોકાણ છે. બર્ન્સે જણાવ્યું હતું કે, ચીની કંપનીઓ અન્ય દેશોમાં મોટું રોકાણ કરી શકે છે, તેમને આકર્ષક ઑફર્સ આપીને. આજે શ્રીલંકા જેવા દેશોનીહાલત જાેવી જાેઈએ. તે ચીનના જંગી દેવાના દબાણ હેઠળ છે. તેણે તેના આર્થિક ભવિષ્ય વિશે મૂર્ખ દાવ લગાવ્યો અને પરિણામે આર્થિકઅને રાજકીય બંને રીતે ખૂબ જ વિનાશક પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે.
પોતાના ભાષણમાં સીઆઈએ ચીફે વિશ્વભરના દેશોને ચેતવણી આપી હતી કે, તેઓ ચીન સાથે કોઈપણ ડીલ કરતા પહેલા પોતાની આંખો ખુલ્લી રાખે. બર્ન્સે કહ્યું કે, શ્રીલંકા માત્ર મધ્ય પૂર્વ અથવા દક્ષિણ એશિયાના જ નહીં પરંતુ વિશ્વભરના અન્ય ઘણા દેશો માટે પાઠ બનવું જાેઈએ. ચીને રોકડની તંગીવાળા શ્રીલંકામાં ભારે રોકાણ કર્યું છે. તેણે પૂર્વ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે સાથે મળીને શ્રીલંકાને દેવાની જાળમાં ફસાવી હતી. હંબનટોટા બંદરના વિકાસ માટે તેમણે શ્રીલંકાને મોટી લોન આપી હતી. આ પછી, ૨૦૧૭ માં શ્રીલંકા ચીનનું ૧.૪ બિલિયન ડોલરનું દેવું ચૂકવવામાં નિષ્ફળ ગયું હતું. આ પછી પોર્ટને ચીનની એક કંપનીને ૯૯ વર્ષ માટે લીઝ પર આપવાની ફરજ પડી હતી. આ માટે ચાઇના હાર્બર એન્જિનિયરિંગ કંપની (સીઇસી) અને ચાઇના હાઇડ્રો કોર્પોરેશને સંયુક્ત સાહસ કર્યું હતું.
Recent Comments