ચીની ૯૨ પ્રોડક્ટ્સ પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવાઈ
ચીને ભારતીય સીમામાં પોતાની ઘૂસણખોરી અલગ અલગ સમયે ચાલુ રાખવાના બનાવ બનતા રહે છે, ચીનની સતત આડોડાઈએ ગત વર્ષે ત્યારે હદ વટાવી હતી જ્યારે ભારતીય સેના અને ચીની સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું અને ભારતના જાંબાઝ જવાનોએ શહીદી વહોરી હતી. જાેકે, તેની સામે ચીનને વધુ નુકશાન પણ પહોંચાડ્યું હતું.
પરંતુ ત્યારબાદથી ભારતના મોટા બજારમાં પોતાના સામાન ઠાલવતા ચીનને જવાબ આપવા આર્ત્મનિભર નો સંદેશ અપાયો હતો, તો તે પહેલા ચીની અપ્લીકેશનો પર પણ પ્રતિબંધ લગાવવાનો ર્નિણય લેવાયો હતો.ભારત સરકારે ચીની પ્રોડક્ટ્સના આક્રમણ પર લગામ લગાવવા તેની આયાત પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લગાવી છે. જેમાં સામાન્ય લોકોના રોજીંદા ઉપયોગમાં આવતા કેલ્ક્યુલેટર થી લઈને ઉધોગોના રો મટીરીયલ તરીકે ઉપયોગમાં આવતી વિવિધ પ્રોડક્ટ્સ સામેલ છે.
ભારત સરકારના વેપાર વાણિજ્ય મંત્રાલય દ્વારા કુલ ૯૨ પ્રોડક્ટ્સ પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લગાવાઇ હોવાનું જણાવ્યું હતું. લોકસભાનાં પટલ પર આ માહિતી રાખતા કૉમર્સ મીનીસ્ટ્રીના રાજ્યમંત્રી અનુપ્રીયા પટેલએ જણાવ્યું કે ડાયરેક્ટરેટ જનરલ ઓફ ટ્રેડ રેમેડીઝ કરાયેલી ભલામણોના આધારે કેમીકલ, પેટ્રોકેમીકલ સહિતની અન્ય ૯૨ પ્રોડક્ટ્સ પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લગાવાઇ છે. તપાસ કરતા બહાર આવ્યું કે આમાની મહતમ વસ્તુઓ દીન દયાલ પોર્ટ ટ્રસ્ટ અને મુંદ્રા પોર્ટમાં રોજીંદા આયાતમાં સ્થાન ધરાવતી પ્રોડક્ટ્સ છે. જેના પર એન્ટી ડ્યૂટી લગાવવાથી કે કરમાં વધારો કરવામાં આવતા તેને ચીન દ્વારા દેશમાં ઠલવાતાં સસ્તા સામાનને સ્પીડ બ્રેક લગાવીને સ્થાનિક ઉધોગો માટે ઉભી કરવામાં આવી રહેલી તક ની રીતે જાેવામાં આવી રહ્યું છે. જે પ્રોડક્ટસની આયાત પર કર વધારાયો છે તેમાં મુખ્યત્વે ચીનથી આવતી વાયર રોડ સ્ટીલ, એલ્યુમીનીયમ રેડીએટર્સ, ફ્લોટ ગ્લાસ, એલ્યુમીનીયમ ફોઈલ, સિરામિક ટેબલવેર, કીચનવેર સહિતની ટોઇલેટ આઈટમ્સ, હાઇડ્રોજન પેરોક્સાઈડ, સ્વિંગ મશીન નીડલ્સ, સોડિયમ નાઈટ્રેટ, એમોનિયમ નાઈટ્રેટ, સોડિયમ ક્લોરેટ, વુડ ફ્લોરીંગ, ફીશીંગ નેટ, ગ્લાસવેર, સિરામિક રોલર્સ, સ્ટીલ વ્હીલ્સ, કોટેડ – અનકોટૅડ ગ્લાસ, ઈવીએ શીટ, એલ્યુમીનીયમ રોડ વ્હિલ્સ, ઈલેટ્રોનીકલ ઈસ્યુલેટર્સ, ડીજીટલ ઑફસેટ પ્રીન્ટીંગ પ્લેટ્સ, શીટ ગ્લાસ, ઈલેક્ટ્રોનિક કેલ્યુકેટર્સ, એલ્યુમીનીયમ ફોઇલ્સ, સીમલેસ ટ્યુબ્સ અને પાઈપ્સ, ટ્રીટ કર્યા વીનાનું સીલીકા, ડેકોર પેપર સહિતની કુલ ૯૨ પ્રોડક્ટસનો આમા સમાવેશ થાય છે.
Recent Comments