fbpx
રાષ્ટ્રીય

ચીને પૂર્વ લદ્દાખમાં ન્છઝ્ર પાસે જાસૂસી ડ્રોન કર્યા તૈનાત

ચીન તેની હરકતોથી બાજ આવી રહ્યું નથી. પૂર્વી લદ્દાખમાં સરહદ વિવાદ વચ્ચે, ડ્રેગને ભારતીય સરહદની જાસૂસી કરવા માટે સરહદની નજીક તેના અત્યાધુનિક ઉઢ-૭, વિંગ લૂંગ ૨ ડ્રોનને તૈનાત કર્યા છે. ્‌ફ૯ને મળેલી એક્સક્લુઝિવ માહિતી અનુસાર, ચીને આ જાસૂસી ડ્રોનને એવી જગ્યાએ તૈનાત કર્યા છે જ્યાંથી તે ભારતીય પૂર્વ લદ્દાખની સરહદ પર જાસૂસી કરી શકે છે અને સેનાની ૧૪મી કોર્પ્સ અને ૩૩મી કોર્પ્સની હિલચાલ પર નજર રાખી શકે. ભારતની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (છૈં)ની વધતી શક્તિએ ચીનને તકલીફમાં મુકી દીધું છે. ચીનની આ હરકત પાછળનું સૌથી મોટું કારણ એ છે કે તે ભારતીય સેનાના ડરથી તેમના પર નજર રાખવા માંગે છે. એક રીતે જ્યાં ભારત સ્વદેશી ડ્રોનની મદદથી પોતાની તાકાત વધારી રહ્યું છે ત્યાં અમેરિકા સાથે તાજેતરમાં થયેલા ડ્રોન ડીલથી ચીનની ઊંઘ હરામ થઈ ગઈ છે. તેથી જ તે દરેક પરિસ્થિતિમાં ભારતની વધતી શક્તિથી પરેશાન છે અને મુશ્કેલી એ છે કે ચીને તિબેટના શિગાત્સે એરપોર્ટ પર ઉડ-૭ ડ્રોન, વિંગ લૂંગ ૨ ડ્રોન તૈનાત કર્યા છે, જ્યારે ગુપ્ત માહિતી એકત્ર કરવા, દેખરેખ અને હુમલો કરવા માટે જાસૂસી ડ્રોન તૈનાત કરવામાં આવ્યા છે.

ચીનના ઉડ-૭ ડ્રોનની ખાસિયત શું છે? આ ડ્રોન ૧૦ કલાક સુધી સતત ઉડી શકે છે અને દેખરેખમાં માહિર છે. આ ડ્રોન હવામાં ઉડતી વખતે જમીન પર ડેટા ટ્રાન્સફર કરવામાં સક્ષમ છે. આ ડ્રોનનો ઉપયોગ ચીની આર્મી, એરફોર્સ અને નેવી તમામ પ્રકારના ઓપરેશન માટે કરી શકે છે. આ ડ્રોનની રેન્જ ૭૦૦૦ કિલોમીટર છે અને તે તેની સરહદમાં પ્રવેશ્યા વિના બીજા દેશની જાસૂસી કરવામાં માહેર છે. આ સિવાય આ ડ્રોન ચીને પોતાની એટેકિંગ વિંગ લૂંગ ૨ ડ્રોન પણ બોર્ડર પર લગાવી દીધી છે. એક સમાચાર એજન્સીને મળેલી બાતમી મુજબ આ ડ્રોનની સંખ્યા એક કરતા વધુ હોઈ શકે છે. વિંગ લૂંગ ૨ ડ્રોનની વિશેષતા પણ એ પ્રકારની છે કે આ ડ્રોન ૨૦ કલાક સુધી સતત હવામાં ઉડી શકે છે અને તેની મહત્તમ ઝડપની જાે વાત કરીએ તો, ૩૭૦ કિલોમીટર પ્રતિ કલાક સુધીની હોઈ શકે છે. અને આ ડ્રોન દરેક જગ્યાએની લંબાઈની જાે વાત કરીએ તો આ ડ્રોન ૧૧ મીટર લાંબુ છે, જ્યારે પાંખો સહિત તેની પહોળાઈ ૨૦.૫ મીટર અને ઊંચાઈ ૪.૧ મીટર છે. આ ડ્રોનની સસ્તીતા પણ તેની એક ખાસિયત છે.

આ ડ્રોન લાઈવ ફાયરિંગ કરવામાં પણ સક્ષમ છે. મતલબ કે જાે તે કોઈ શંકાસ્પદ વસ્તુ જુએ છે તો તે ફાયર કરીને તેનો નાશ કરી શકે છે. આ ડ્રોન કોઈ સ્ટેશન કે પોસ્ટને નિશાન બનાવી શકે છે, ફરતી વસ્તુને ટાર્ગેટ કરી શકે છે અને ટાઈમ સેન્સિટિવ ટાર્ગેટીંગ પણ કરી શકે છે. આ ડ્રોનમાં ઘણા પ્રકારના બોમ્બ જેમ કે હ્લ્‌-૯/૫૦ ૫૦ાખ્ત બોમ્બ, ય્મ્૩ ૨૫૦ ાખ્ત લેસર ગાઈડેડ બોમ્બ, ્‌ન્-૧૦ બોમ્બ વગેરે તેમાં રાખી શકાય છે અને અનેક પ્રકારની મિસાઈલ પણ લગાવી શકાય છે. અને આ શિવાય આ ડ્રોનમાં ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ પેલોડ પેડ છે, જે દિવસના પ્રકાશમાં તેમજ અંધારામાં દરેક વસ્તુ પર નજર રાખે છે અને પ્રાપ્ત ડેટાને કંટ્રોલ રૂમમાં મોકલે છે. આ ડ્રોનમાં વિંગ લૂંગ ૈંૈં ૧૫૦૦ કિમીની ત્રિજ્યામાં કામ કરી શકે છે, જે સેટેલાઇટ કમ્યુનિકેશન સિસ્ટમથી સજ્જ છે. ડ્રોનથી જ્યારે ઈચ્છા થાય ત્યારે ડેટા લઈ શકાય છે.

ચીન પાસે આ ડ્રોન છે જેનો ઉપયોગ તે ઘણીવાર ભારત અને જાપાનની જાસૂસી માટે કરે છે. પરંતુ અહીં એ વિચારવાની જરૂર નથી કે દુશ્મન ચીનના આ જાસૂસી મામલાની જાણ ભારતીય સેનાને નથી, પરંતુ ભારત ચીનની દરેક ચાલને હરાવવા માટે તૈયાર છે અને તેની સાથે જ ભારત તેની શક્તિને વધુ મજબૂત કરવા માટે સતત પ્રયત્નશીલ છે. ચીનને જવાબ આપવા માટે ભારતે ‘તપસ’ને તૈયાર કર્યો છે. આ સ્વદેશી હથિયાર ભારતની એઆઈ સેનાનું મજબૂત ચોકીદાર છે. જે ડીઆરડીઓ દ્વારા બનાવવામાં આવ્યું છે. આ સાથે ચીનને લાગેલા આ મરચાની પાછળ ભારત અને અમેરિકાના પ્રિડેટર ડ્રોનનો પણ સોદો છે, જેના કારણે ચીન હવે ભારતની સરહદોની જાસૂસી પર ઉતરી આવ્યું છે.

Follow Me:

Related Posts