ચીને ભારતને હેરાન કરવા નવો બોર્ડર લેન્ડ એક્ટ બનાવ્યો

ચીને તિબેટ સરહદ નજીક ૬૦૦ થી વધુ માનવ વસાહતો વસાવેલી છે. નવા રસ્તોઓ બનાવીને તેની મરામતનું કામ પણ કરેલું છે. આ કાર્યમાં લગભગ ૩૦૮૦ કિમી જેટલો સરહદી વિસ્તાર આવરી લીધો છે. ચીન સાથે ભારતની ૩૪૮૮ કિમી લાંબી સરહદ છે જેમાં સરહદે જમ્મુ, કાશ્મીર, હિમાચલપ્રદેશ,ઉત્તરાખંડ,સિકિકમ અને અરુણાચલપ્રદેશ સુધી ફેલાયેલી છે. જમ્મુ કાશ્મીરને પશ્ચિમી સેકટર, મિડલ સેકટરનેમાં હિમાચલ અને ઉતરાખંડ તથા પૂવેર્ી સેકટરમાં સિકિકમ અને અરુણાચલ આવે છે. પૂર્વી સેકટરમાં બંને દેશો વચ્ચે હદ અને વિસ્તાર બાબતે ઝગડો ચાલે છે. ચીને બોર્ડર એકટમાં સુધારો કરવા પાછળ સિચિંયાગ પ્રાતમાં રહેલા ઉઇગરોની સમસ્યા પણ છે.
આ પ્રાંત અફઘાનિસ્તાનની બોર્ડર સાથે જાેડાયલો છે અને તાલિબાની રાજ આવ્યા પછી અફઘાનિસ્તાન બાબતે ચીન વિશેષ સજાગ જાેવા મળે છે. ઉઇગર મુસ્લિમો પર ચીનના અત્યાચારો જગ જાહેર છે. ધાર્મિક ઝનુન ધરાવતું સંગઠન ઉઇગરો બાબતે ચીન સરહદે હસ્તક્ષેપ ના કરે તે માટે પાણી પહેલા પાળ બાંધી રહયું છે. ચીનનો પૂર્વી લડ્ડાખ અને પૂર્વોત્તર ભારતના રાજયોમાં સરહદી વિવાદ ચાલે છે. જુદા જુદા તબક્કાની ૧૩ જેટલી વાર્તા બેઠકો યોજાઇ પરંતુ તેનું પરીણામ શુન્ય રહયું છે. કમાંડર સ્તરની વાતચિતમાં ચીન ટસનું મસ ન થતા સરહદી વિવાદ વધારે વકરે તેવી શકયતા છે. આવા સમયે ચીને એ સરહદ પરની જમીન અંગવા કાનુનમાં ફેરફાર કરીને તેની ચીનના આધિપત્ય અને ક્ષેત્રિય અખંડિતતા સાથે જાેડયો છે. આથી જયાંં સુધી ભારતને લાગેવળગે છે ત્યાં સુધી ચીન સરહદે વિવાદ વધુ વકરશે. નિષ્ણાતોનું માનવું છે કે ચીન ભલે સીમામાં કોઇ ફેરફાર ન કરે પરંતુ તે પોતાની વિવિધ દેશોની બોર્ડર માટે અતિ જાગૃ્રત છે એ દર્શાવે છે. ચીનના નવા ભૂમિ સીમા કાનુન મુજબ સરહદ પર ખતરો જણાય કે યુધ્ધની સ્થિતિ ઉભી થાય તેવા સંજાેગોમાં પોતાની સરહજાે સીલ કરી શકે છે એટલું જ નહી આ કાનુનમાં સીમા સુરક્ષા સાથે જાેડાયેલા વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટકચર ડેવલપમેન્ટ પર પણ ભાર મુકે છે. જાે કે વાસ્તિવિક સ્થિતિ જાળવી રાખવા માટે વાસ્તવિક નિયંત્રણ રેખા (લાઇન ઓફ એક્ચ્યૂઅલી કંટ્રોલ ) એલએસી શબ્દ વપરાય છે. ચીન નવા સરહદી કાયદાને લઇને આક્રમકતા બતાવી શકે છે પરંતુ ભારતે પણ ઘણા સમયથી એલએસી પર ઇન્ફ્રાસ્ટ્રચર સુધારવા પર ભાર મુકયો છે. ટનલ, બ્રિજ,હેલિપેડ અને રસ્તાઓ બનાવ્યા છે. ભારતે ૩૪૪૮ કિમી લાંબો સરહદી માર્ગ તૈયાર કરવાનું બીડુ બોર્ડર રોડસ ઓર્ગેનાઇઝેશન (બીઆરઓ)એ ઝડપ્યું છે જેમાંથી મોટા ભાગની પરીયોજનાઓ પૂર્ણ થવામાં છે. ચીન ગમે તેટલી સક્રિયતા દર્શાવે ભારત પણ બોર્ડર સુરક્ષા અને આંતર માળખાકિય સુવિધા ઉભી કરવામાં પાછું વાળીને જાેશે નહી. ચીને તેના ૧૪ જેટલા પાડોશી દેશોમાંથી ૧૨ સાથે સરહદી વિવાદો લગભગ ઉકેલી લીધા છે જયારે ભારત સાથેનો સરહદી વિવાદ અકબંધ છે. લડ્ડાખમાં કાંકરીચાળો કર્યા પછી ભારત અને ચીનના રાજકિય અને આર્થિક સંબંધો પર પણ વિપરીત અસર થઇ છે. તેમ છતાં એટલું તો ચોકકસ છે કે ચીન અને ભારત વચ્ચેના સરહદી સંબંધો ચીન ઉકેલવાના સ્થાને પેચિંદા બનાવી રહયું છે આથી ભારતે વિશેષ સાવધ રહેવાની જરુર છે. આ નિર્માણકાર્યની જાહેરાત જ ચીનનો ઉંબાડિયા કરવાનો સ્વભાવ દર્શાવે છે. ચીનના કાનુન મુજબ સરહદી સુરક્ષા મજબૂત કરવા ઉપરાંત આર્થિક અને સામાજિક વિકાસમાં યોગદાન આપવા માટે મુળભૂત આંતર માળખાકિય સુવિધા વધારી શકે છે. ચીન સાથે ભારતની જમીન સીમા જાેડાયેલી છે દરિયા સીમા નહી અને આ નવો સરહદી કાયદો પણ જમીન સીમા સાથે જ જાેડાયેલો છે જેમાં સુરક્ષા અને વિકાસ શબ્દ પર ભાર મુકવામાં આવ્યો છે. ચીન સરહદ નજીક માનવ વસ્તી લાવીને નાના ટાઉન કે ગામો પણ ઉભા કરી શકે છે. પ્રાપ્ત માહિતી મુજબ આ નવો કાયદો આવનારા ૨૦૨૨ જાન્યુઆરીથી અમલમાં મુકવાનું છે પરંતુ બોર્ડર ઇન્ફ્રાસ્ટ્કચર અને ટાઉન નિર્માણનું કાર્ય ચીને કાનુન પહેલા પણ કરેલું જ છે.
Recent Comments