fbpx
રાષ્ટ્રીય

ચીન ઘટતી વસ્તીનું આવ્યું ટેન્શન!, યુગલોને ફોન કરી પુછે છે- ક્યારે થશે બાળક?!

દુનિયાની સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ ચીન હવે પોતાની ઘટતી જનસંખ્યાને લઈને ટેન્શનમાં છે. ચીનની આ ચિંતા કેટલી વધારે છે, તેનો અંદાજ એક નવ વિવાહિત મહિલા દ્વારા સોશિયલ મીડિયા પર લખેલી પોસ્ટથી લગાવી શકાય છે. હકીકતમાં જાેઈએ તો, આ નવ વિવાહિત મહિલાએ જણાવ્યું છે કે, તેને પ્રશાસન તરફથી ફોન આવ્યો હતો અને પૂછવામાં આવ્યું કે, તે ક્યારે ગર્ભવતી થશે. મહિલાની આ પોસ્ટ પર લગભગ ૧૦ હજાર જેટલી કમેન્ટ આવી અને લખ્યું કે તેમને પણ આ પ્રકારનો કોલ આવ્યો હતો. જાે કે, પ્રશાસન તરફથી આ પોસ્ટને હટાવી દેવામાં આવી છે. આ પણ વાંચોઃ ચીન હવે તારી ખેર નથી! ભારતીય ટેન્ક અને સૈન્ય સાધનો ઝડપથી અક્સાઈ ચીનના દરવાજા સુધી પહોંચશે, શ્યોક સેતુ તૈયાર મહિલાની સોશિયલ મીડિયા પોસ્ટ પર અન્ય એક મહિલાએ પોતાના સહકર્મીને આવેલા કોલ વિશે જણાવ્યું હતું.

ફોન પર એક અધિકારીએ મહિલાને કહ્યું કે, સરકાર ઈચ્છે છે કે, નવવિવાહીત એક વર્ષની અંદર પ્રેગ્નેટ થાય અને તેને વારંવાર કોલ કરીને કહેવામાં આવે છે. એક અન્ય મહિલાએ કમેન્ટમાં લખ્યું કે, તેના લગ્ન ગત વર્ષે ઓગસ્ટમાં જ થયા છે અને અત્યાર સુધીમાં પ્રેગ્નેટ થવા માટે બે વાર કોલ આવી ચુક્યા છે. તેણે કહ્યું કે, ફોન પર અધિકારી તેને પુછે છે કે, આપ પરણેલા છો, તો અત્યાર સુધીમાં બાળકોનું પ્લાનિંગ કેમ નથી કર્યું ? બાળકોને જન્મ આપવા માટે સમય કાઢો. ચીનના રાષ્ટ્રપતિ શઈ જિનપીંગે ગત અઠવાડીયે કમ્યુનિસ્ટ પાર્ટીની બેઠકમાં જાહેરાત કરી હતી કે, દેશ બર્થ રેટને આગળ વધારવા અને દેશની જનસંખ્યા વિકાસ રણનીતિમાં સુધારો કરવા માટે એક નીતિ બનાવશે. ચીને સ્વીકાર કર્યો છે કે, તેની વસ્તી ઘટાડા પર આવીને ઊભી છે.

Follow Me:

Related Posts