ચીન હવે બ્રહ્માંડ જેવું જ ૧૩૮ સેટેલાઈટનું નક્ષત્ર બનાવી રહ્યું છે
ચીને જિલિન પ્રાંત સ્થિત તેમના હસ્તકની સેટેલાઇટ કંપનીને વર્ષ ૨૦૩૦ સુધીમાં બ્રહ્માંડમાં હોય તેવું તેઓનું જ ૧૩૮ સેટેલાઇટનું નક્ષત્ર બનાવવાની યોજના બનાવી છે. આ ૧૩૦ સેટેલાઇટ એવા અંતરે ગાણિતિક અને ભૌમિતિક અભ્યાસ સાથે તરતા રહેશે કે પૃથ્વીની એક એક ઈંચની તસવીર પ્રત્યેક ૧૦ મીનીટે ચીનના કંટ્રોલ રૂમને મળતી રહેશે. ગયા વર્ષે ૯ સપ્ટેમ્બરે જિલિન વનનાં નવ સેટેલાઇટ એક સાથે આ પ્રોજેક્ટ અંતર્ગત લોંચ કરી દેવાયા હતા. તે પણ સમુદ્ર પરના લોંચિંગ પેડ પરથી માત્ર ૪૦ કિલો વજનના પણ ગજબની વિડિયો તેમજ અન્ય ટેકનોલોજી સેટેલાઇટ ધરાવે છે. તે પછી આ લોંચિંગ ચાલુ જ છે.
સપ્ટેમ્બર ૨૦૨૧ સુધીમાં ૩૧ જિલિન કૃત્રિમ ઉપગ્રહ લોંચ થઇ ચૂક્યા છે. બીજા ૨૯ ઉપગ્રહ આગામી છ મહિનામાં લોંચ થશે. બાકીના ૭૮ ૨૦૩૦ની સાલ સુધીમાં લોંચ થશે તેવો ટાર્ગેટ છે. પાકિસ્તાને જમ્મુ કાશ્મીર અંકુશ રેખા પરની ભારતીય સેનાની પોઝિશન તેઓને મળતી રહે તે માટે ચીનને ઊંચી ફી આપી રીયલ ટાઇમ ડેટા આ ઉપગ્રહ દ્વારા તેઓને મળતો રહે તેવો કરાર કર્યો છે. ૨૦૩૦માં ચીને પૃથ્વીના રીયલ ટાઇમ ફોટા મળતા જ રહે તે માટે આકાશ આખુ તેના સેટેલાઇટ અને કેમેરાથી ભરી દીધું હશે.ચીનની ચાંગચૂન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી કે જે જિલીન પ્રાંતમાં આવી છે તેમાંથી ગ્રેજ્યુએટ પૂર્ણ કરેલી બેચના ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓને એક અનોખો વિચાર આવ્યો કે તેઓને મળેલી સ્નાતકની પદવી અને તેમની યુનિવર્સિટી જુદી જ રીતે યાદગાર બની જાય.
ચીનનાં ‘ગ્લોબલ ટાઈમ્સ’ અખબારે રીપોર્ટમાં જણાવ્યું છે કે વિદ્યાર્થીઓએ એવી ઈચ્છા વ્યક્ત કરી કે અમે ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓ કોલેજના ગ્રાઉન્ડ પર એક હરોળમાં ઉભા રહીએ અને અમારી યુનિવર્સિટીનું નામ (ઝ્રેંજી્) અમારી ઈન્ફર્મેશન ટેકનોલોજી (ૈં્) બેંચ એટલે કે ‘ઝ્રેંજી્ ૈં્’ તેવું લાલ અને પીલા મોટા અક્ષરોમાં લખેલું કાર્ડ અમારા માથા પર આકાશ તરફ અક્ષરો દેખાય તેમ પકડીને ઉભા રહીએ અને અમારી તે તસવીર અંતરિક્ષમાં ૬૫૦ કિલોમીટરની ઉંચાઈએ તરતો સેટેલાઇટ ઝીલીને અમને ચિરંજીવ સ્મૃતિ માટે મોકલે. તાજા જ સ્નાતક થયેલા વિદ્યાર્થીઓને આવો ભેજાબાજ વિચાર આવવાનું કારણ એ પણ હતું કે તેઓની જગવિખ્યાત ચાંગચૂંગ યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી જે જિલિન પ્રાંતમાં આવી છે.
તે ચીન માટે ઉપગ્રહો બનાવીને તેને લોંચ કરતી નગરી છે. ચીનની સરકારે જિલિન પ્રાંતને જાણે ધરતી પરની અંતરિક્ષ ઉપકરણો સ્પેસ સ્ટેશન, લોંચિગ વ્હીકલ, ઉપગ્રહો બનાવવાનું નગરી હોય તેમ તૈયાર કર્યો છે. ચીનની સરકાર માટે ઉપગ્રહો બનાવી તેને લોંચ કરી આપવાનું કામ જિલિનમાં આવેલ ચાંગ ગુચાંગ સેટેલાઈટ ટેકનોલોજી કંપનીને સોંપવામાં આવ્યું છે. ચીનના ઉપગ્રહોનો અંતરિક્ષમાં કંટ્રોલ આ કંપની જ ફરે છે અને આ જ પ્રાંતના વિદ્યાર્થીઓને આથી જ આવો વિચાર ઝબૂક્યો. ચાંગ ગુચાંગ સેટેલાઈટ કંપનીએ વિદ્યાર્થીઓને જણાવ્યું કે તમે ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓ સવારે ૯.૪૫ વાગે આ દિવસે યુનિવર્સિટીમાં આકાશ તરફ દેખાય તેમ નક્કી કરેલ કાર્ડ રાખીને ઉભા રહેજાે. અમે અમારા સેટેલાઈટ કંટ્રોલ સેન્ટરમાંથી જિલિન વન સેટેલાઇટ અને તેનો ૦૭ નંબરનો વીડિયો કેમેરો તમારા પર લાવીશું અને તે તસવીર ક્લીક કરશે… અને ૬૫૦ કિલો મીટર ઉપરથી આબાદ તસવીર ખેંચાઇ ગઇ. તે પછી તો અન્ય કેટલીક યુનિવર્સિટીના સ્નાતક વિદ્યાર્થીઓએ પણ આવી તસવીર અમારા માટે પણ ખેંચો તેવી વિનંતી કરી. જિલિન સ્થિત સેટેલાઇટ કંપનીએ તેઓને પણ ખુશ કર્યા. આ સેટેલાઇટ કંપનીએ જણાવ્યું કે માત્ર ચીનની જ નહીં વિશ્વની કોઇપણ યુનિવર્સિટી કે સ્થળ પરની આવી તસવીર અમે અમારા અંતરિક્ષમાં તરત સેટેલાઇટથી ઝીલી શકીશું.
Recent Comments