ગુજરાત

ચીફ બેંક મેનેજરે એફશ્ઓમાં ૩ ગણા નફાની લાલચમાં ૧૦ લાખ ગુમાવ્યા

અમારી દલાલ સ્ટ્રીટ કંપની ફ્યુચર ઓપ્શનમાં ડીલ કરે છે અને તમે રોકાણ કરશો તો તમને ત્રણ ગણો નફો કરાવીશું, અમારી કંપની ૧૦૦ ટકા ગેરંટી આપે છે. એવી વાત કરી ચંડીગઢની બેંકના ચીફ મેનેજરને વિશ્વાસમાં લઈ રોકાણના નામે ૧૦ લાખથી વધુની રકમ પડાવી છે. અડાજણ વિમલ હેટસાગોન ખાતે રહેતા અને બેંકમાં ચીફ મેનેજર તરીકે નોકરી કરતા ૫૦ વર્ષીય રાકેશકુમાર સિન્હા પર ૪ ઓગસ્ટે વોટસએપ કોલ આવ્યો હતો. જેમાં એક શખ્સે દલાલ સ્ટ્રીટ કંપનીમાંથી સાક્ષી બોલતો હોવાની વાત કરી હતી.

બેંકમાં ચીફ મેનેજરે ટુકડે ટુકડે કરી ૧૦.૮૦ લાખની રકમ રોકાણ કરી હતી. નુકશાન ન થાય તે માટે વોલ્યૂમમાં વધારો કરવાનું જણાવી લીંક મોકલી હતી. આ લીંકથી મેનેજરે ૨.૫૦ લાખની રકમ ટ્રાન્સફર કરી હતી. ઠગ ટોળકીએ ઓપ્શન ટ્રેડીંગમાં રોકાણના નામે બીજા ૨.૨૨ લાખનું નુકસાન કરાવ્યું હતું. આખરે બેંકના ચીફ મેનેજરે સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપતા સાક્ષી અને અંકીત પટેલ નામના ચીટરો સામે ગુનો નોંધાયો હતો.

Related Posts