ચુંટણી નજીક આવતા કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવી પરિસ્થતિ
લાઠી તાલુકાના કોંગી આગેવાનોએ પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ શ્રી ગોરધનભાઈ ઝડફિયાજીના હસ્તે ધારણકેસરિયો કર્યો
ભાજપની રાષ્ટ્ર્નીતી, વિચારધારા અને રાષ્ટ્રહિતનાં નિર્ણયોને આવકારી કોંગ્રેસના આગેવાનો ભાજપમાંજોડાય
ગુજરાત પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ગોરધનભાઈ ઝડફિયાજી ના હસ્તે લાઠી તાલુકાના ચાવંડ ગામના કોંગ્રેસના મુખ્ય કેવાતા એવાજોરૂભાઈ મકાભાઈ ગોહિલ, સરપંચ ભુરખીયા, હરેશભાઈ ગણેશભાઈ પરમાર, ઉપપ્રમુખ, દામનગર નગરપાલિકા, ભગાભાઈ ગરણીયાપીપળવા વાળા સહીત ૨૫૦ જેટલા કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપની વિચારધારામાં જોડાઈ ને કેસરિયો ધારણ કર્યો હતો.આ તકે સાંસદ નારણભાઈ કાછડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા, પૂર્વ ધારાસભ્ય બાવકુભાઈ ઉંધાડ,ગોપાલભાઈ વસ્તપરા, જીતુભાઈ ડેર, જનકભાઈ સાવલિયા તથા લાઠી તાલુકા, દામનગર શહેર ભાજપ ના હોદેદાઓ, કાર્યકર્તાશ્રીઓહાજર રહ્યા હતા.
Recent Comments