ગુજરાત

ચુડાના મોજીદડમાં તાપણું કરતા ઝુંપડું સળગયું, લાગેલી આગમાં ૧૬ બકરીઓ હોમાઇ ગઇ

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીથી રાણપુર જવાના માર્ગે આવેલા ચૂડા તાલુકાના મોજીદડ ગામે વહેલી સવારે શિયાળાની કડકડતી ઠંડીથી બચવા ઝુંપડીમાં રહેતા પશુપાલકે તાપણું કર્યું હતું. થોડીવારમા એ ઉંઘી જતા તાપણાની આગના તણખલાઓની ઉડીને ભારે આગમાં આવી જતાં જાેતજાેતામાં આ ઝુંપડું. આગની લપેટમાં સળગી ઊઠ્‌યું ગયુ હતું.

આ આગની જ્વાળાઓ એટલી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે, ઝુંપડીમાં બાંધેલા ૧૬ બકરી પણ ઘડીભરમાં સળગીને ખાખ થઈ ગઈ હતી. આગની જવાળાઓ જાેઇ મોજીદડ ગામના લોકોમાં દોડધામ મચી ગઈ હતી. અને ભારે જહેમતથી આગમા ફ્સાયેલા પશુપાલક કિશનભાઇ કાનજીભાઈ દેવીપૂજકને ગંભીર હાલતમાં બહાર કાઢી લીંબડી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જાેકે આ ઘટનામાં વધુ ૪ બકરી દાઝી જતાં સારવાર માટે ચૂડા પશુ દવાખાને ખસેડવામાં આવ્યા છે.

Related Posts