fbpx
ગુજરાત

ચૂંટણીઓ પહેલાં CR પાટીલની અધ્યક્ષતામાં આજે સોશિયલ મીડિયા, આઈ.ટી વિભાગ તેમજ મીડિયા વિભાગની પ્રદેશ બેઠક

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની શરૂઆત થાય એ પહેલા જ ભારતીય જનતા પાર્ટીનું સોશિયલ મીડિયા પ્રચાર આગામી સમયમાં કઇ રીતના હશે તેને લઈને અત્યારથી જ રણનીતિ બનાવવામાં આવી છે.    ગઈકાલે સી.આર.પાટીલ દિલ્હીના પ્રવાસે ગયા હતા ત્યારબાદ આજે સોશિયલ મીડિયા વિભાગની તેમજ આઇટી વિભાગની મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. સી આર પાટીલ તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી જો આજે સોશિયલ મીડિયા અને ટીમને કેટલાક જરૂરી સૂચનો આપશે.   ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર તારીખ 04 એપ્રિલ ના રોજ એટલે કે આજે બીજેપી પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ ની અધ્યક્ષતામાં તેમજ સંગઠન મહામંત્રી રત્નાકરજી તેમજ પ્રદેશ અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિમાં સોશિયલ મીડિયા, આઈ.ટી વિભાગ તેમજ મીડિયા વિભાગની પ્રદેશ બેઠકનું આયોજન પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડીટોરીયમ, રાજપથ પાસે બપોરે 01:15 કલાકે કરવામાં આવ્યું છે.   આ બેઠક આગામી ચૂંટણીઓ ને ધ્યાનમાં રાખીને મહત્વની પુરવાર થશે.
આ ઉપરાંત પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડો.પ્રશાંતભાઇ કોરાટની અધ્યક્ષતામાં તા.6 એપ્રિલથી 25 એપ્રિલ 2022 દરમિયાન “આઝાદી કા અમૃત મહોત્સવ” યાત્રા યોજાશે. આ યાત્રાનું પ્રસ્થાન 6 એપ્રિલના રોજ અમદાવાદ ખાતેથી થશે

Follow Me:

Related Posts