fbpx
ગુજરાત

ચૂંટણીની તૈયારીઓઃ ૧૫ ઓગસ્ટ બાદ ભાજપના પાંચ કેન્દ્રીય મંત્રીઓ ગુજરાત આવશે

ગુજરાતમાં ૨૦૨૨માં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે ભારતીય જનતા પાર્ટીએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે જેના ભાગરૂપે આગામી સમયમાં હવે ગુજરાતનું રાજકારણ તેજ બનશે તેવા ભણકાર વાગી રહ્યા છે.

આગામી ૧૫મી ઓગસ્ટ બાદ ગુજરાતમાં ભાજપના પાંચેય કેન્દ્રિયમંત્રીઓ ગુજરાત આવશે મહત્વનું છે કે આગામી ચૂંટણીને લઈ ભાજપ દ્વારા રાષ્ટ્રીય સ્તરે જનસંપર્ક વધારવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અને ગુજરાતમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાનાર છે જેના ભાગ રૂપે જન આર્શિવાદ યોજના બનાવાઈ છે. આ યોજના હેઠળ ગુજરાતના કેન્દ્રિય મંત્રી ગુજરાત પ્રવાસે આવશે. અને વિવિધા જિલ્લાઓમાં યાત્રાઓ યોજી લોકો સાથે સંપર્ક વધારવાનું કામ કરશે.


મહત્વનું છે કે કેન્દ્રનું વિસ્તરણ થતા ગુજરાતના પાંચ સાંસદોને આગવું સ્થાન મળ્યું છે. ત્યારે ગુજરાતમાં જન સંપર્ક વધારવાના હેતુથી આગામી સમયામાં ભાજપ દ્વારા રેલીઓ અને યાત્રાઓ યોજવામાં આવનાર છે જેમાં ૧૬ ઓગસ્ટથી ૧૯ ઓગસ્ટ દરમિયાન કેન્દ્રીય મંત્રીઓ જન આર્શીવાદ યાત્રામાં જાેડાશે.

આ તમામ કેન્દ્રિય મંત્રીઓ ગુજરાતનો પ્રવાસ કરીને લોકસંવાદનો કરશે જેમાં ઉત્તર ગુજરાતના ૮ જિલ્લાઓની યાત્રામાં પુરષોત્તમ રૂપાલા,મધ્ય ગુજરાતના ૬ જિલ્લામાં દેવુસિંહ ચૌહાણ, સૌરાષ્ટ્રના ૫ જિલ્લામાં મનસુખ માંડવિયા સૌરાષ્ટ્રના ૫ જિલ્લામાં ડૉ.મહેન્દ્ર મુંજપરા જન આર્શીવાદ યાત્રામાં સામેલ થશે. તેમજ મંત્રી દર્શન જરદોશને દ.ગુજરાતના ૬ જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે.

Follow Me:

Related Posts