ચૂંટણીને અનુલક્ષીને જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેનાં અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
વિધાનસભાની આવનારી ૨૦૨૨ની ચૂંટણીને અનુલક્ષીને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેનાં અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠકમા ચૂંટણી કામગીરી માટે અલગ-અલગ કચેરીના અધિકારીશ્રીઓને ચૂંટણીલક્ષી કામગીરી માટે નિમાયેલા નોડલ અધિકારીઓને કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેએ આવનારી વિધાનસભાની ચૂંટણી સંબંધિત સૂચનો કર્યા અને સુચારૂં, નિષ્પક્ષ અને સફળ રીતે ચૂંટણી યોજાય તે માટે ઉપયોગી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.
ચૂંટણીના તમામ નોડેલ અધિકારીઓને ડે ટુ ડે માઈક્રોપ્લાનિંગ બનાવીને યોજાનારી ચૂંટણીની કામગીરી કરવાં સૂચના આપ્યાં હતાં. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, અવસર લોકશાહીનો કાર્યક્રમ ઉપર વધુ ભાર મૂકી યુવા મતદારો પણ આ મહાપર્વના સહભાગી બને તેવાં પ્રયાસો થાય અને અવસર લોકશાહી અંતર્ગત વિવિધ જાગૃતિ કાર્યક્રમ યોજાય તેવી તમામ બાબતો ઉપર ધ્યાન કેન્દ્રીત કરવા નોડેલ અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. પ્રશાંત જિલોવા, નિવાસી અધિક કલેક્ટરશ્રી બી. જે. પટેલ, નાયબ ચૂંટણી અધિકારી શ્રી એસ. એન. કટારા, ચૂંટણીતંત્ર સાથે સંકળાયેલાં નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
Recent Comments