‘દેખ્યાનો દેવ જાણે લઈ લીધો પણ કલરવની દુનિયા અમારી છે’ આ શબ્દો છે, અમરેલી વિધાનસભાના દિવ્યાંગ સંચાલિત મતદાન મથકના પ્રિસાઈડીંગ ઓફિસર શ્રી રાસડીયા વિપૂલભાઈના… વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ના પ્રથમ તબક્કામાં સમાવિષ્ટ અમરેલી જિલ્લામાં આવતીકાલે તા.૦૧ ડિસેમ્બર, ૨૦૨૨ને ગુરુવારના રોજ મતદાન થશે. ભારતના ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલી નવતર પહેલ હેઠળ આ વર્ષે પ્રતિ વિધાનસભા બેઠકોમાં દિવ્યાંગ કર્મચારીઓ સંચાલિત વિશિષ્ઠ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. આ કડીના ભાગરુપે ૯૫-અમરેલી વિધાનસભા મતવિસ્તારમાં અમરેલી શહેરની આર્ય ભટ્ટ અંગ્રેજી માધ્યમ શાળાનું બુથ-૩૧ ‘દિવ્યાંગ કર્મચારી’ સંચાલિત મતદાન મથક છે. આ મતદાન મથકમાં દિવ્યાંગ પ્રિસાઈડીંગ ઓફિસર સાથે અન્ય કર્મચારીઓ અને સહાયકો પણ દિવ્યાંગ જ છે.
આ મતદાન મથક વિશે માહિતી આપતા ફરજ પરના કર્મચારી શ્રી રાસડીયા વિપૂલભાઈએ જણાવ્યુ કે, ચૂંટણીપંચે અમારા પર વિશ્વાસ મૂકીને અમને આ ખાસ મતદાન મથકની જવાદારી સોંપી તે અમારા માટે ઉત્સાહમાં વધારો કરનારી છે. આ મતદાન મથક અમારા માટે આદર્શ છે. મતદાન મથકના મતદાન કક્ષમાં જ ટોઈલેટ-બાથરૂમ, પીવાના પાણીની સુવિધા, વ્હીલચેર સાથે પ્રવેશી કરી શકાય તેવો પ્રવેશ દ્વાર સહિતની સુવિધાઓ આ મતદાન મથક ખાતે છે. ભારતના ચૂંટણી પંચની આ પહેલને અમે આવકારીએ છીએ.’ આ મતદાન મથક પર તા.૦૧ ડિસેમ્બરે યોજનાર મતદાનમાં કુલ ૫૧૫ મતદારોનો સમાવેશ થાય છે. આ પૈકીના ૨૫૮ પુરુષ મતદાન અને ૨૫૭ મહિલા મતદારો છે. સમગ્ર મતદાન મથકમાં ૦૪ કર્મચારી અને ૦૨ દિવ્યાંગ સહાયક મળીને ૦૬ કર્મચારીશ્રીઓ ફરજ બજાવશે.














Recent Comments