ચૂંટણીલક્ષી વિવિધ કામગીરીઓ માટે જિલ્લામાં નોડલ અધિકારીઓની નિમણુક
ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ અંતર્ગત ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ અમરેલી જિલ્લામાં વિવિધ અધિકારીશ્રીઓને ચૂંટણીલક્ષી કામગીરીની સોંપણી કરવામાં આવી છે. જેના અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દ્વારા અમરેલી જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીની વિવિધ પ્રકારની કામગીરી સુચારુ રીતે પાર પડે તે માટે જિલ્લાના વિવિધ કચેરીના ૧૮ અધિકારીશ્રીઓને નોડલ ઓફિસર તરીકે નિમણુક આપવામાં આવી છે. આ જવાબદારીઓમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીને ખર્ચ નિયમન નિવાસી અધિક કલેક્ટરશ્રીને મેનપાવર મેનેજમેન્ટ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રીને આચારસંહિતા અમલીકરણ, જિલ્લા પુરવઠા અધિકારીશ્રીને તાલીમ સંચાલન, અમરેલી નાયબ પોલીસ નિયામકશ્રીને કાયદો અને વ્યવસ્થા, જિલ્લા આયોજન અધિકારીશ્રીને અધિકારીશ્રીઓ અને કર્મચારીઓના કલ્યાણની જવાબદારી સોંપવામાં આવી છે.
નાયબ માહિતી નિયામકશ્રીને મીડિયા સર્ટીફિક્શન અને મોનીટરીંગ કમિટી, મોટર વ્હીકલ ઇન્સપેક્ટરશ્રી અને ડી.સી.એસ.ટી શ્રી અમરેલીને વાહન સંચાલન ડી.આઈ.એલ.આર.શ્રી અમરેલીને ફરિયાદ અને સુનાવણી, મામલતદારશ્રી ચૂંટણીને ઈ.વી.એમ, વી.વી.પેટ, સીટી સર્વે સુપરિટેન્ડન્ટશ્રી અમરેલીને સાહિત્ય વ્યવસ્થાપન, નાયબ કલેક્ટરશ્રી સ્ટેમ્પ ડ્યુટીને સ્વીપ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીને દિવ્યાંગ મતદારો સંબંધિત કામગીરીની જવાબદારી સોંપવામાં આવી છે. સહાયક લેબર કમિશનરશ્રી અમરેલીને માઇગ્રેટેડ મતદારો, એક્ઝિ. એન્જિ.શ્રી આર.એન્ડ. બીને ઓબ્ઝર્વર વ્યવસ્થાપન, જિલ્લા રોજગાર અધિકારીશ્રીને પેપર/ ડમી બેલેટ્સ, ડી.આઈ.ઓ શ્રી. એન.આઈ. સી અમરેલીને કોમ્યુટરાઇઝેશન અને એસ.એમ.એસ. મોનિટરીંગ અને કોમ્યુનિકેશન આયોજનના નોડલ અધિકારીશ્રી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.
Recent Comments