ભારતનાં ચૂંટણી આયોગ દ્વારા વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે. ભારતના ચૂંટણી આયોગની જોગવાઈ મુજબ ચૂંટણી વખતે આપના મુદ્રણાલયમાં છાપેલા ચૂંટણી અંગેના કોઈપણ ચોપાનિયા કે, ભીંતપત્રો કે આવી અન્ય સામગ્રી પર મુદ્રક પંકિતમાં મુદ્રક અને પ્રકાશકના નામ અને સરનામા સ્પષ્ટપણે દર્શાવવા ફરજીયાત છે.
મુદ્રિત સામગ્રીની ચાર નકલો એટલે કે આપના દ્વારા મુદ્રિત કરવામાં આવેલ હોય તેવી દરેક મુદ્રિત સામગ્રીની ચાર નકલો સાથે તથા જરૂરિયાત મુજબ પ્રકાશક પાસેથી મેળવેલ એકરારપત્ર સાથે છાપકામ કર્યાના ૩ (ત્રણ) દિવસની અંદર કલેક્ટર કચેરીને એકરારપત્ર નમુનો “ક” અને “ખ” સામેલ કરી મોકલી આપવાની રહેશે.
ભારતના ચૂંટણી આયોગની જોગવાઈઓના કોઈપણ ઉલ્લંધનને ખુબ ગંભીરતાથી જોવામાં આવશે તેમજ યોગ્ય કેસોમાં રાજ્યના પ્રસ્તુત કાયદા અન્વયે મુદ્રણાલયનું લાયસન્સ પણ રદ કરવા જેવા કડક પગલા લેવામાં આવશે જેની નોંધ લેવાં જિલ્લા મેજીસ્ટ્રેટની યાદીમાં જણાવેલ છે.
Recent Comments