ચૂંટણી ફરજ પર રોકાયેલા કર્મચારીઓ દ્વારા બેલેટ પેપરથી મતદાન કર્યું
આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત ભાવનગર જિલ્લામાં મતદાન વધારવા અંગે જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા અને અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે તે અંતર્ગત ભાવનગર જિલ્લામાં અલગ અલગ સ્થળોએ અનેકવિધ લોકોને મતદાન પ્રત્યે જાગૃત કરવામાં આવી રહ્યા છે.
જેમાં ભાવનગર જિલ્લાના કોળીયાક અમાસનાં મેળામાં ભાવનગરનાં આર્ટિસ્ટો દ્વારા દરીયા કિનારે આકર્ષક શિલ્પ બનાવીને મેળામાં આવનાર લોકોને મતદાન કરવા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત મોડેલ સ્કૂલ તથા સીદસર કે.જી.બી.વી. શાળાની વિધાર્થીનીઓ દ્વારા મેળામાં ૨૫,૦૦૦ થી વધુની મેદની સમક્ષ શેરી નાટક રજૂ કરીને મતદાન અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.
ભાવનગર જિલ્લામાં ચૂંટણીથી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ દ્વારા આજરોજ બેલેટ પેપરથી મતદાન કરવામાં આવ્યું હતું. જેનું આજરોજ શહેરના વિદ્યાનગર એમ. જે. કોલેજ ખાતેથી બેલેટ પેપરથી મતદાન કરવાની શરૂઆત કરવામાં આવી હતી.
યુવા મતદારો ૧૦૦ ટકા મતદાન કરે તેમજ નૈતિક મતદાન ને પ્રોત્સાહન મળે તે હેતુથી ભાવનગરની તમામ કોલેજનાં પ્રિન્સિપાલો સાથે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટર શ્રી ડી.કે.પારેખ દ્વારા બેઠક યોજી હતી.
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી ડી.કે.પારેખ દ્વારા ભાવનગર જિલ્લાના જેસર તથા પાલીતાણા તાલુકાની મુલાકાત લઇને બૂથ લેવલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં ઓછું મતદાન ધરાવતા વિસ્તારોમાં મતદાનની ટકાવારી વધારવા અંગે ચર્ચા કરવામાં આવી હતી અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત જિલ્લા કલેકટરશ્રીએ જેસર ચેક પોસ્ટની ઓચિંતી મુલાકાત લઈને થઈ રહેલ વાહન ચેકિંગ અંગે નિરીક્ષણ કર્યું હતું. જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૨૨ અંતર્ગત અનેક સ્થળોએ પોલીસ સ્ટાફ તથા જવાનો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જે અંગેની માહિતી જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા મેળવી હતી.
Recent Comments