fbpx
રાષ્ટ્રીય

ચૂંટણી રાજ્યોમાં પ્રાથમિકતાના ધોરણે કામ કરો મોદીનો મંત્રીઓને નિર્દેશ

ઉત્તરાખંડમાં ભાજપને ૪૪થી ૪૮ બેઠક, કોંગ્રેસને ૧૯થી ૨૩ બેઠક, આમ આદમી પાર્ટીને ૦થી ૪ બેઠક અને અન્યને ૦થી ૨ બેઠક મળવાનુ અનુમાન છે. ગોવામાં ભાજપના ખાતામાં ૨૨થી ૨૬ બેઠક, કોંગ્રેસના ખાતામાં ૩-૭ બેઠક, આમ આદમી પાર્ટીના ખાતામાં ૪-૮ બેઠક અને અન્યના ખાતામાં ૩-૭ બેઠક જવાનુ અનુમાન છે. મણિપુર કોંગ્રેસને ૧૮થી ૨૨ બેઠક મળી શકે છે જ્યારે ભાજપ ગઠબંધનને ૩૨થી ૩૬ બેઠકો મળતી જાેવા મળી રહી છે. એનપીએફને લગભગ ૨થી ૬ બેઠકથી જ સંતુષ્ટ થવુ પડી શકે છે જ્યારે અન્યના ખાતામાં ૦થી ૪ બેઠક જઈ શકે છે.આગામી વર્ષે ઉત્તર પ્રદેશ અને પંજાબ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાના ચૂંટણી થવાની છે. આ ચૂંટણીને જાેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના તમામ મંત્રીઓને મહત્વના નિર્દેશ આપ્યા છે. પીએમ મોદીએ મંત્રીઓને કહ્યુ કે તેઓ ચૂંટણી રાજ્યોમાં તમામ પ્રસ્તાવિત કામોને પ્રાથમિકતાને આધારે પર લે. પીએમ મોદીના નિર્દેશ બાદ તમામ મંત્રાલય દરરોજ બેઠક કરી રહ્યા છે.

ખાસ કરીને યુપી અને ઉત્તરાખંડના કાર્યો પર જાેર આપવામાં આવી રહ્યુ છે. સાથે જ વિકાસના કાર્યોને લઈને લિસ્ટ પણ તૈયાર કરવામાં આવી રહી છે. આગામી વર્ષે દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશ સિવાય પંજાબ, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવામાં વિધાનસભાના ચૂંટણી થવાની છે. તાજેતરમાં એબીપી-સી વોટરે આ રાજ્યોમાં સર્વે કર્યો છે. સર્વે અનુસાર, ઉત્તર પ્રદેશમાં ભાજપને ૨૫૯થી ૨૬૭ બેઠક મળી શકે છે. આ સિવાય સમાજવાદી પાર્ટીને ૧૦૯-૧૧૭ બેઠક, બીએસપીને ૧૨-૧૬ બેઠક, કોંગ્રેસને ૩-૭ બેઠક અને અન્યને ૬-૧૦ બેઠક મળી શકે છે. આ સિવાય પંજાબમાં આમ આદમી પાર્ટી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી શકે છે. પંજાબમાં વિધાનસભાના ૧૧૭ બેઠક છે. આપને ૫૧થી ૫૭ બેઠકો મળી શકે છે. ત્યાં કોંગ્રેસે ૩૮થી ૪૬, એસએડીએ ૧૬થી ૨૪, ભાજપ અને અન્યને ૦થી એક બેઠક મળી શકે છે.

Follow Me:

Related Posts